BREAKING NEWS

‘જો ઈરાન સુધરશે નહીં તો તેનું અસ્તિત્વ નહીં રહે’: ટ્રમ્પ ખુલ્લી ચેતવણી

  • June 28, 2026 10:28 AM 

મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ વણસી રહી છે અને અમેરિકા તથા ઈરાન વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ શરૂ થઈ ગયો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સત્તાવાર માહિતી શેર કરતા જણાવ્યું છે કે, અમેરિકી નૌકાદળે હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝની સામુદ્રધુની) નજીક આવેલા ઈરાનના ૧૦ પ્રમુખ સૈન્ય ઠેકાણાઓ પર જોરદાર હુમલો કર્યો છે. અમેરિકાએ આ કાર્યવાહી તેના ઓઈલ ટેન્કર પર થયેલા હુમલાના વળતા જવાબરૂપે કરી હોવાનું જણાવ્યું છે. આ સૈન્ય કાર્યવાહી બાદ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ ગંભીર સૈન્ય સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અત્યાર સુધીની સૌથી કડક ભાષામાં ચેતવણી આપી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "એવું લાગે છે કે ઈરાન ક્યારેય સુધરશે નહીં, પરંતુ અમે પણ હવે વધુ સંયમ રાખી શકીશું નહીં. હવે એક એવો સમય આવી શકે છે જ્યારે અમારે તે સૈન્ય અભિયાનને સંપૂર્ણપણે પૂરું કરવું પડશે, જેની શરૂઆત અમે અગાઉ ખૂબ જ સફળતાપૂર્વક કરી હતી. જો પરિસ્થિતિ આ હદ સુધી પહોંચશે અને અમારે કડક કદમ ઉઠાવવા પડ્યા, તો ઈરાનનું અસ્તિત્વ જ ભૂંસાઈ જશે." ટ્રમ્પના આ નિવેદન બાદ સમગ્ર ખાડી દેશોમાં હાઈ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application