ટ્રમ્પ વહીવટીતંત્ર કહે છે કે બિન-અમેરિકનોના બાળકો અમેરિકાના અધિકારક્ષેત્રને આધીન નથી અને તેથી તેઓ નાગરિકત્વ માટે હકદાર નથી. બંધારણમાં એવી કોઈ અણધારી જોગવાઈ નથી કે જે, અન્ય બાબતોની સાથે, ફેડરલ ઇમિગ્રેશન કાયદાઓનું ઉલ્લંઘન કરનારા લોકોના બાળકોને યુ.એસ. નાગરિકત્વ આપે.ફેડરલ જજે શું કહ્યું?
ન્યાયાધીશે કહ્યું કે નાગરિકતા એક રાષ્ટ્રીય ચિંતા છે જેના માટે એક સમાન નીતિની જરૂર છે. તેમણે કહ્યું કે ફક્ત રાષ્ટ્રવ્યાપી મનાઈ હુકમ જ વાદીઓને સંપૂર્ણ રાહત આપશે. બેન્ચ તરફથી પોતાનો ચુકાદો વાંચ્યા પછી, ન્યાયાધીશે સરકારી વકીલને પૂછ્યું કે શું તેઓ પોતાના નિર્ણય સામે અપીલ કરશે? આજકાલ પ્રતિનિધિ
વોશિંગ્ટન
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ જારી કર્યો હતો જેમાં ભવિષ્યમાં બિન-અમેરિકનોને જન્મેલા બાળકોને યુએસની નાગરિકતા ન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના પર આ અગાઉ પણ એક વખત રોક લગાવવામાં આવી છે. હવે ટ્રમ્પ્ના આદેશ સામે ફેડરલ જજે બીજી વાર સ્ટે આપ્યો છે અને કહ્યું કે નાગરિકત્વ સૌથી કિંમતી અધિકાર છે.
અમેરિકામાં જન્મજાત નાગરિકતા અંગેના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ના એક્ઝિક્યુટિવ ઓર્ડરને વધુ એક ઝટકો લાગ્યો છે. ફેડરલ જજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર ફરી વાર પ્રતિબંધનો આદેશ આપ્યો. ન્યાયાધીશે નાગરિકત્વને ’સૌથી કિંમતી અધિકાર’ ગણાવ્યો છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ડેબોરાહ બોર્ડમેને જણાવ્યું હતું કે દેશની કોઈપણ અદાલતે ટ્રમ્પ વહીવટીતંત્રના 14મા સુધારાના અર્થઘટનને સમર્થન આપ્યું નથી. તેમણે કહ્યું કે આ કોર્ટ આવું કરનારી પહેલી નહીં હોય. તેમણે ઉમેર્યું, નાગરિકતા એ અત્યંત મૂલ્યવાન અધિકાર છે, જે બંધારણના 14મા સુધારા દ્વારા સ્પષ્ટપણે આપવામાં આવ્યો છે.
ટ્રમ્પના આદેશ પર પહેલા જ અસ્થાયી પે રોક લગાવાઈ હતી
વોશિંગ્ટનમાં ચાર રાજ્યો વતી એક અલગ મુકદ્દમો દાખલ કરવામાં આવ્યા બાદ, જન્મજાત નાગરિકત્વને અવરોધિત કરતો ટ્રમ્પ્નો આદેશ રાષ્ટ્રીય સ્તરે પહેલાથી જ અસ્થાયી રૂપે રોકી દેવામાં આવ્યો હતો, જ્યાં એક ન્યાયાધીશે આ આદેશને સ્પષ્ટ રીતે ગેરબંધારણીય ગણાવ્યો હતો.કુલ મળીને, 22 રાજ્યો તેમજ અન્ય સંગઠનોએ કારોબારી કાર્યવાહીને રોકવા માટે દાવો દાખલ કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બીજી વખત પદ સંભાળ્યા પછી અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કયર્,િ જેમાં જન્મજાત નાગરિકતા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ પણ સામેલ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ઇમિગ્રન્ટ્સ અથવા અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા કામચલાઉ ઇમિગ્રન્ટ્સના જન્મેલા ભવિષ્યના બાળકોને અમેરિકાનું નાગરિકત્વ આપવાના પક્ષમાં નથી.
કેસ કોણે દાખલ કર્યો છે?
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા નામાંકિત બોર્ડમેન, મેરીલેન્ડના ગ્રીનબેલ્ટમાં ફેડરલ કોર્ટમાં સુનાવણી બાદ પ્રારંભિક મનાઈ હુકમ માટે સંમત થયા. બોર્ડમેન સમક્ષ ઇમિગ્રન્ટ-રાઇટ્સ એડવોકેસી ગ્રુપ્સ અને એસાયલમ સીકર એડવોકેસી પ્રોજેક્ટ અને કેટલીક સગભર્િ માતાઓ દ્વારા દાવો દાખલ કરવામાં આવ્યો હતો. મુકદ્દમાના કેન્દ્રમાં બંધારણનો 14મો સુધારો છે, જેને ગૃહયુદ્ધ પછી 1868માં બહાલી આપવામાં આવી હતી.જન્મસિદ્ધ નાગરિકતાનો સિદ્ધાંત આપણા રાષ્ટ્રીય લોકશાહીનો પાયો છે, જે આપણા રાષ્ટ્રના કાયદાઓમાં સમાવિષ્ટ છે, અને પેઢી દર પેઢી નાગરિકોની રાષ્ટ્રીયતાની સહિયારી ભાવનાને આકાર આપ્યો છે, વાદીઓએ દાવામાં દલીલ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech