ટ્રમ્પે તેમના માર-એ-લાગો ક્લબમાં ઓટો ટેરિફ માટેની તેમની યોજના વિશે પૂછવામાં આવતા પત્રકારોને જણાવ્યું હતું કે હું કદાચ 2 એપ્રિલે તમને તેના વિષે કહીશ પરંતુ તે 25 ટકાની આસપાસ હશે. ફાર્માસ્યુટિકલ દવાઓ અને સેમિકન્ડક્ટર ચિપ્સ પર સમાન ટેરિફ વિશે પૂછવામાં આવતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તે 25 ટકા અને તેથી વધુ હશે અને તે એક વર્ષ દરમિયાન ખૂબ જ ઝડપથી વધશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ નવા આયાત કરની જાહેરાત કરતા પહેલા કંપનીઓને ‘આગળ આવવાનો સમય’ આપવા માંગે છે. તેમણે કહ્યું કે જ્યારે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં આવે છે અને તેમનો પ્લાન્ટ અથવા ફેક્ટરી અહીં હોય છે ત્યારે કોઈ ટેરિફ નથી. તેથી અમે તેમને થોડી તક આપવા માંગીએ છીએ.
નવી ડ્યુટીની ઓટોમોબાઇલ્સ ઉદ્યોગ પર પર વ્યાપક અસર થશે. ગયા વર્ષે યુએસમાં લાવવામાં આવેલા આશરે 8 મિલિયન પેસેન્જર કાર અને હળવા ટ્રક યુએસ વાહનોના વેચાણનો લગભગ અડધો હિસ્સો ધરાવે છે. વોક્સવેગન એજી સહિત યુરોપિયન કાર ઉત્પાદકો અને હ્યુન્ડાઇ મોટર કંપની સહિત એશિયન કંપનીઓ તેમના યુએસ વેચાણના હિસ્સાને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત થશે.
ટ્રમ્પે સ્પષ્ટ નથી કર્યું કે આ પગલાં ચોક્કસ દેશોને લક્ષ્ય બનાવશે કે યુએસમાં આયાત કરવામાં આવતા તમામ વાહનો પર લાગુ થશે. તે પણ સ્પષ્ટ નથી કે કેનેડા અને મેક્સિકો સાથે મુક્ત વેપાર કરાર હેઠળ બનેલી કારને ઇન્ડસ્ટ્રી-સ્પેસીફીક ડ્યુટીમાંથી મુક્તિ મળશે કે નહીં, જો તે અમલમાં આવશે.
અમેરિકન ઓટોમોટિવ પોલિસી કાઉન્સિલ જે ડેટ્રોઇટના ઓટોમેકર્સનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે કહ્યું છે કે ઉત્તર અમેરિકામાં બનેલા વાહનો જે તે સોદાની જરૂરિયાતોનું પાલન કરે છે તેમને નવા વેરામાંથી મુક્તિ આપવી જોઈએ.
ઉદ્યોગ નિષ્ણાતો, લોબી જૂથો અને અધિકારીઓએ ચેતવણી આપી છે કે ઉદ્યોગ પર નવા ટેરિફના ભારે પ્રહારોથી ગ્રાહકો માટે ઊંચા ભાવ અને ઉદ્યોગ માટે નવા ખર્ચ સહિત વ્યાપક અસર થશે. ટ્રમ્પના ટેરિફ લાગુ થયા પછી અન્ય દેશોએ ઝડપી બદલો લેવાનું વચન આપ્યું છે અને કહ્યું છે કે તેઓ રિપબ્લિકન રાજ્યોમાં બનેલા રાજકીય રીતે સંવેદનશીલ માલને લક્ષ્ય બનાવશે.
યુરોપિયન યુનિયનના ટોચના વેપાર અધિકારી એપ્રિલમાં ડ્યુટીનો ભોગ ન બને તે માટે છેલ્લા પ્રયાસ માટે તેમના સમકક્ષોને મળવા માટે આ અઠવાડિયે વોશિંગ્ટનની યાત્રા કરી રહ્યા છે. જોકે, ટ્રમ્પે સંકેત આપ્યો છે કે જો તેઓ વેપાર સંબંધોને અસંતુલિત માને છે તો કોઈ એક દેશ ટેરિફમાંથી બહાર નીકળવા માટે કંઈ કરી શકશે નહીં.
ટ્રમ્પે ટેરિફના અન્ય પ્રવાહોને પણ ધમકી આપી છે, જે વિશ્વભરમાં યુએસના વેપાર સંબંધોને ફરીથી સંતુલિત કરવાના પ્રયાસનો ભાગ છે. રાષ્ટ્રપતિ લાંબા સમયથી અન્ય દેશો પર યુએસને છેતરવાનો આરોપ લગાવી રહ્યા છે અને આયાત ડ્યુટીને ઉદ્યોગોને અમેરિકામાં પાછા લાવવા અને વધુ આવક એકત્રિત કરવાના માર્ગ તરીકે જુએ છે. ઘણા અર્થશાસ્ત્રીઓ કહે છે કે તેઓ અમેરિકનો માટે ગ્રાહક ભાવમાં વધારો કરશે અને ફુગાવા સામેની લડાઈને અવરોધશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech