અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતત્રં ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને દેશનિકાલ કરતા પહેલા ફેડરલ જેલોમાં રાખી રહ્યું છે. ફેડરલ બ્યુરો ઓફ પ્રિઝન્સે આ વાતની પુષ્ટ્રિ કરી છે. બ્યુરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટને અટકાયતીઓને રાખવામાં મદદ કરી રહ્યા છે અને વહીવટના નીતિ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે કાયદા અમલીકરણ ભાગીદારોને ટેકો આપવાનું ચાલુ રાખશે.
જોકે, બ્યુરોએ કેદીઓની સંખ્યા જાહેર કરવાનો ઇનકાર કર્યેા હતો અને કેદીઓને કઈ જેલમાં રાખવામાં આવી રહ્યા છે તેની માહિતી પણ આપી ન હતી. જોકે, મીડિયા રિપોટર્સ અનુસાર, ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને લોસ એન્જલસ, મિયામી, એટલાન્ટા, લીવનવર્થ, કેન્સાસ, ન્યૂ હેમ્પશાયર અને ફિલાડેલ્ફિયાની ફેડરલ જેલોમાં રાખવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, એકલા મિયામી જેલમાં ૫૦૦ કેદીઓને રાખવામાં આવ્યા છે. કેદીઓની સંખ્યાને કારણે, ફેડરલ બ્યુરો ઓફ પ્રિઝન્સને તેના ઘણા કર્મચારીઓને અલગ અલગ જેલોમાં સ્થળાંતર કરવા પડા છે. ન્યાય વિભાગ હેઠળ આવતા ફેડરલ બ્યુરો ઓફ પ્રિઝન્સમાં ૩૦,૦૦૦ થી વધુ કર્મચારીઓ છે. આ હેઠળ, ૧૨૨ સુવિધા કેન્દ્રો અને ૧.૫૫ લાખ કેદીઓ આવે છે. આ એજન્સીનું બજેટ લગભગ ૮ બિલિયન ડોલર છે.અમેરિકામાં ૧ કરોડથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટસ છે, જેમાંથી ટ્રમ્પ વહીવટીતંત્રે લાખો લોકોને દેશનિકાલ કરવાની વાત કરી છે. ગુવારે, ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને લઈને એક યુએસ લશ્કરી વિમાન કયુબાના ગ્વાન્ટાનામો બે નેવલ બેઝ પર ઉતયુ. ગુઆન્ટાનામો ખાડી સહિત વિવિધ જેલોમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને રાખવા પર નાગરિક જૂથોએ ભારે નારાજગી વ્યકત કરી છે. ટ્રમ્પ વહીવટીતત્રં પર ગેરકાયદેસર ઇમિગ્રન્ટસ સાથે દુવ્ર્યવહાર કરવાનો આરોપ લાગી રહ્યો છે.
ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને હાથ–પગમાં હાથકડી લગાવીને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. યુનાઇટેડ સ્ટેટસમાં આશ્રય મેળવવા માંગતા લોકોને બ્યુરો ઓફ પ્રિઝન્સ દ્રારા પણ રાખવામાં આવે છે. આ માણસોએ જેલ બ્યુરો પર આરોપ લગાવ્યો કે તેઓ તેમને ખરાબ ખોરાક અને બગડેલું દૂધ પૂં પાડે છે, તેમને તેમની ધાર્મિક માન્યતાઓનું પાલન કરવાની મંજૂરી આપતા નથી, તેમને અઠવાડિયામાં ફકત થોડા કલાકો માટે તડકામાં મનોરંજનની મંજૂરી આપતા નથી અને પૂરતી તબીબી સંભાળ પૂરી પાડતા નથી. ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી, યુએસ ઇમિગ્રેશન વિભાગે ૮,૦૦૦ થી વધુ લોકોની ધરપકડ કરી છે. જોકે, આમાંથી ૪૬૧ લોકોને તબીબી કારણોસર રજા આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech