આ અઠવાડિયે યુએસ પ્રમુખનું પદ સંભાળનારા ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે એક મોટા નિર્ણયમાં યુક્રેન સહિત તમામ વિદેશી સહાય પર પ્રતિબધં મૂકયો છે. ફકત ઇઝરાયલ અને ઇજિને બાકાત રાખવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાએ ઇઝરાયલ અને ઇજિને કટોકટી અને લશ્કરી ભંડોળ આપવાનું બધં કયુ નથી. અમેરિકા આરોગ્ય, શિક્ષણ, વિકાસ અને નોકરી તાલીમ માટે વિશ્વભરમાં જે પણ સહાય પૂરી પાડે છે તે તાત્કાલિક અસરથી બધં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાથી જ કહી ચૂકયા છે કે બધા સહાય કાર્યક્રમો અમેરિકાના હિતમાં નથી. આ સંદર્ભમાં તમામ અમેરિકન દૂતાવાસોને આ આદેશ જારી કરવામાં આવ્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે નવી સરકાર વૈશ્વિક આર્થિક સહાય પર કઈં ખર્ચ કરશે નહીં અને બાકીના ભંડોળ ખતમ ન થાય ત્યાં સુધી દૂતાવાસ પોતે સહાય કાર્યક્રમો ચલાવી શકે છે. અમેરિકાના આ નિર્ણયથી સૌથી મોટો ફટકો યુક્રેનને પડશે, જે રશિયા સાથે યુદ્ધમાં ફસાયેલ છે. ભૂતપૂર્વ રાષ્ટ્ર્રપતિ જો બિડેન યુક્રેન માટે મોટી રકમના ભંડોળને મંજૂરી આપી ચૂકયા છે, પરંતુ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના નિર્ણયથી નવા ભંડોળ પર રોક લાગી ગઈ છે. આવી સ્થિતિમાં, યુક્રેન સામે એક મોટો પડકાર ઉભો થવાનો છે.
ભંડોળ પ્રતિબધં દરમિયાન, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ કયા યુએસ સહાય અને વિકાસ કાર્યક્રમો ચાલુ રાખી શકે છે તેની સમીક્ષા કરશે. આ આદેશથી માનવતાવાદી અધિકારીઓ નિરાશ થયા, કારણ કે યુએસના નિર્ણયથી વિશ્વભરના આરોગ્ય કાર્યક્રમો માટે નવા ભંડોળ પર પણ રોક લાગી ગઈ છે. દૂતાવાસોને મોકલવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ભંડોળ રોકવાનો નિર્ણય એ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે કે ભંડોળ અસરકારક અને રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પની વિદેશ નીતિ સાથે સુસંગત છે. રાય વિભાગની સમીક્ષા ત્રણ મહિનાની અંદર પૂર્ણ થવાની અપેક્ષા છે અને ત્યારબાદ વિદેશી બાબતોની સમિતિને એક અહેવાલ તૈયાર કરશે જે રાષ્ટ્ર્રપતિને ભલામણો કરશે કે કઈ વિદેશી સહાય ચાલુ રાખવી જોઈએ અને કઈ બધં કરવી જોઈએ. મંત્રી માર્કેા બિયો તેને રાષ્ટ્ર્રપતિ સમક્ષ રજૂ કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech