પૈસા આપીને સ્પેસવોક કરનાર અબજોપતિ બિઝનેસમેનને ટ્રમ્પે નાસા ચીફ બનાવ્યા

  • December 05, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વહીવટમાં નાસાના આગામી વડા તરીકે એલોન મસ્કની સ્પેસએકસ સાથે પ્રથમ પ્રાઈવેટ અવકાશ સફર કરનાર અબજોપતિ જેરેડ ઇસાકમેનને નિયુકત કર્યા છે.
ટ્રમ્પના નિર્ણયથી સંભવિત હિતોના સંઘર્ષ અંગે કેટલાક પ્રશ્નો ઉભા થઈ શકે છે, કારણ કે ઈલોન મસ્ક સાથે ઈસાકમેનના નાણાકીય સંબંધો છે. આટલું જ નહીં ઈસાકમેન ટ્રમ્પના નજીકના સલાહકારોમાંથી એક છે. ખાનગી અવકાશયાત્રી મિશન આયોજિત કરવા માટે સ્પેસએકસ વાહનોનો ઉપયોગ કરતા પ્રોગ્રામનો પણ તે ભાગ રહ્યો છે.
જેરેડ ઇસાકમેન સીઈઓ અને કાર્ડ પ્રોસેસિંગ કંપની સીફટ ફોર પેમેન્ટના સ્થાપક ૨૦૨૧માં સ્પર્ધાના વિજેતાઓ સાથે અવકાશમાં ગયા અને સપ્ટેમ્બરમાં એક મિશન સાથે અવકાશમાં ગયા યાં તેમણે પરીક્ષણ દરમીયાન સ્પેસએકસનો નવો સ્પેસવોકિંગ સૂટ પહેર્યેા હતો
જો સેનેટ તેમની નિમણૂકની પુષ્ટ્રિ કરે છે, તો તેઓ લોરિડાના ભૂતપૂર્વ ડેમોક્રેટિક સેનેટર, બિલ નેલ્સનનું સ્થાન લેશે, જેમને રાષ્ટ્ર્રપતિ જો બાઈડેન દ્રારા નિયુકત કરવામાં આવ્યા હતા. ટ્રમ્પે આ સાથે જ ભૂતપૂર્વ સૈનિક અને ઇરાક યુદ્ધના અનુભવી ડેનિયલ પી. ડિ્રસકોલને યુએસ સૈન્ય બાબતોના સચિવ તરીકે નિયુકત કર્યા છે.
આઇઝેકમેન દ્રારા હાથ ધરવામાં આવેલી ઐતિહાસિક અવકાશ યાત્રા પોલારિસ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવી હતી જેમાં મસ્કની કંપની સ્પેસએકસએ મદદ કરી હતી. આઇઝેકમેન કથિત રીતે ૨૦૨૧ સ્પેસએકસ ઇન્સ્પીરેશન ભ્રમણકક્ષા મિશનનું નેતૃત્વ કરવા માટે તેના પોતાના નાણામાંથી ૨૦૦ મિલિયન ડોલર ખચ્ર્યા, જે તેનું અવકાશમાંનું પ્રથમ મિશન હતું.
નાસાના ભાવિ એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેનની ગણતરી અમેરિકાના સૌથી ધનિક લોકોમાં થાય છે. જેરેડ આઇઝેકમેનની અંદાજિત નેટવર્થ (સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં) ૧.૯ બિલિયન ડોલર છે. આ સિવાય તેના નામે અન્ય સિદ્ધિઓ પણ છે. તેણે ૬૦ કલાકમાં લાઇટ જેટમાં આખી દુનિયાની પરિક્રમા કરવાનો વલ્ર્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે એર શોમાં પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. તે એક કુશળ પાઈલટ છે અને તેની પાસે વિવિધ પ્રકારના લશ્કરી વિમાન ઉડાવવાનું લાઇસન્સ પણ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application