ભારત વિરોધી આલાપ ઉચ્ચારણ કરનારા અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની સ્થિતિ અને ખુરશી હવે જોખમમાં છે. ટ્રુડોની લોકપ્રિયતામાં ઘટાડો થયા બાદ પાર્ટીમાં પણ વિરોધના અવાજો ઉઠવા લાગ્યા છે. લિબરલ પાર્ટીને તેના જ ગઢમાં મોટો ફટકો પડો છે.
કેનેડામાં સત્તાઢ લિબરલ પાર્ટીને મોન્ટ્રીયલ સંસદીય બેઠક માટેની પેટાચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડો છે. મોન્ટ્રીયલ સીટ લિબરલ પાર્ટી માટે એકદમ સુરક્ષિત માનવામાં આવે છે. તાજેતરમાં આવેલા પરિણામોને વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ખૂબ જ ખતરનાક માનવામાં આવી રહ્યા છે. આ પરિણામો બાદ પાર્ટીમાં જ જસ્ટિન ટ્રુડોનો વિરોધ શ થઈ ગયો છે. કેનેડાના ચૂંટણી પંચે કહ્યું કે લાસેલે–એમાર્ડ–વરદુનમાં મતોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. આ સીટ પર અલગતાવાદી બ્લોક કયુબેકોઈસના ઉમેદવાર લુઈસ–ફિલિપ સોવેએ લિબરલ ઉમેદવાર લૌરા પેલેસ્ટીનીને હરાવ્યા છે.
અલગતાવાદી બ્લોક કિવબેકોઇસના ઉમેદવારને ૨૮ ટકા વોટ મળ્યા, યારે લિબરલ ઉમેદવારને ૨૭.૨ ટકા વોટ મળ્યા. ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ત્રીજા ક્રમે રહ્યા અને તેમને ૨૬.૧ ટકા મત મળ્યા. આ પેટાચૂંટણી લિબરલ પાર્ટીના સાંસદના રાજીનામા બાદ થઈ છે, જેમણે પોતાના કાર્યકાળની મધ્યમાં પદ છોડી દીધું હતું. એવું માનવામાં આવે છે કે આ ચૂંટણી પરિણામ ટ્રુડોની રાજકીય કારકિર્દી પર અસર કરશે, કારણ કે ટ્રુડો ૯ વર્ષના કાર્યકાળ પછી વધુને વધુ અપ્રિય બની ગયા છે.
કેનેડાના રહેવાસીઓ વધતી મોંઘવારીથી પરેશાન
જસ્ટિન ટ્રુડો તેમના નેતૃત્વ હેઠળ ૨૦૨૫ ના અંતમાં યોજાનારી સામાન્ય ચૂંટણી લડવા માંગે છે. જો કે, ટ્રુડોની પાર્ટીના ઘણા વરિ નેતાઓએ પાર્ટીના ટોચના નેતૃત્વમાં ફેરફારની માંગ કરી છે. કિવબેક મતવિસ્તારના લિબરલ ધારાસભ્ય એલેકઝાન્ડ્રા મેન્ડિસે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેમના ઘણા મતદારો ઇચ્છે છે કે જસ્ટિન ટ્રુડો પદ છોડે. હકીકતમાં, કેનેડિયનો હાલમાં વસવાટ અને આવાસની કટોકટીના વધતા ખર્ચ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જસ્ટિન ટ્રુડોની લોકપ્રિયતા સતત ઘટી રહી છે
ટ્રુડોની પાર્ટી કેવી રીતે પાછળ રહી?
૨૦૨૧ની સામાન્ય ચૂંટણીમાં લિબરલ પાર્ટીએ મોન્ટ્રીયલ સીટ પર ૪૩ ટકા મતો સાથે જીત મેળવી હતી. ત્યારબાદ બ્લોક કિવબેકોઈસને ૨૨ ટકા વોટ મળ્યા અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીને ૧૯ ટકા વોટ મળ્યા. પેટાચૂંટણીમાં લિબરલ પાર્ટીની આ હાર ટ્રુડો માટે ચેતવણીથી ઓછી નથી. તાજેતરના સર્વે દર્શાવે છે કે લિબરલ પાર્ટી ફેડરલ ચૂંટણીમાં ખરાબ રીતે હારી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી: શેરબજારમાં રોકાણ કરવાના બહાને યુવક સાથે રૂ..50 લાખની ઠગાઈ
November 07, 2024 10:58 AMરેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી નાણા ખંખેરતો કોડીનાર પંથકનો યુવક ઝબ્બે
November 07, 2024 10:51 AMડેડરવા નજીક કારે બાઈકને ઉલાળતા જૂનાગઢનું દંપતી ખંડિત
November 07, 2024 10:45 AMપોરબંદરના યોગપ્રેમીઓને રવિવારે વિશિષ્ટ ક્રિયાઓ ની અપાશે તાલીમ
November 07, 2024 10:41 AMવિધાર્થિનીઓને મફતમાં સાયકલની ૫૩૦૦ અરજી, ૫૧૦૨ મંજૂર: આપી એક પણ નહીં
November 07, 2024 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech