મેટાને ટ્રોલ કરવું એલન મસ્કને ભારે પડ્યું ટેસ્લાની ફેકટરીમાં પાવર ઠપ્પ

  • March 06, 2024 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યારે મંગળવારે થોડા સમય માટે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના સર્વર ડાઉન હતા ત્યારે ટેસ્લાના સીઈઓ એલન મસ્કે મેટાને ખરાબ રીતે ટ્રોલ કયુ હતું. હવે જર્મનીમાં સ્થિત ટેસ્લાની ફેકટરીમાં કામ અટકી ગયું છે. કંપનીએ કામ બધં કરવા પાછળનું કારણ હત્પમલો ગણાવ્યું છે. કંપનીનો દાવો છે કે જર્મનીના બ્રાન્ડેનબર્ગમાં સ્થિત તેમની ફેકટરી પર આગ લગાવવાના ઈરાદાથી હત્પમલો કરવામાં આવ્યો હતો અને પાવર સપ્લાય લાઈનમાં ભારે નુકસાન થયું હતું. કંપનીના અધિકારીઓનું કહેવું છે કે અજાણ્યા હત્પમલાખોરોએ હાઈ–વોલ્ટેજ લાઈનોમાં આગ લગાવી દીધી જેના કારણે કાર બનાવતી કંપનીની ફેકટરીનો પાવર સપ્લાય બધં થઈ ગયો. આ ઘટના પછી જ ટેસ્લાએ ફેકટરીમાં ઉત્પાદન બધં કરવાનો નિર્ણય લેવો પડો
આજુબાજુના ગામોમાં વીજળી ગુલ

આગના કારણે ટેસ્લા ફેકટરી તેમજ આસપાસના ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ હતી. પોલીસે આ મામલે તપાસ શ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેસ્લા ફેકટરીના વિસ્તરણનો વિરોધ કરી રહેલા પર્યાવરણ કાર્યકર્તાઓએ હાલમાં જ પ્લાન્ટની નજીક એક કેમ્પ લગાવ્યો હતો. જો કે હાલમાં પોલીસે આ ઘટનામાં પર્યાવરણ કાર્યકરોની સંડોવણીનો ઈન્કાર કર્યેા છે.

હુમલાખોરો સામે કાર્યવાહીની તૈયારી
બ્રાન્ડેનબર્ગ રાયના ગૃહ પ્રધાન માઈકલ સ્ટબજેને કહ્યું કે જો આ ખરેખર આયોજિત હત્પમલો છે,વીજળીના માળખા પર ખતરનાક હત્પમલો છે. આવી તોડફોડ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ટેસ્લા કંપનીએ કહ્યું છે કે હાલમાં તે કહી શકતી નથી કે ઉત્પાદન કયારે ફરી શ થઈ શકે છે.

એલન મસ્કે કયુ ટ્રોલ
મંગળવારે રાત્રે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સર્વર એક કલાક માટે ડાઉન હતું. આ સમય દરમિયાન લોકો તેમના એકાઉન્ટમાં લોગ ઇન કરી શકયા ન હતા. એકસ (અગાઉનું ટિટર) સીઇઓ એલન મસ્કે યારે ફેસબુક–ઇન્સ્ટાગ્રામ ડાઉન હતું ત્યારે એક ડિગ લીધો. તેણે કહ્યું હતું કે જો તમે મારી આ પોસ્ટ વાંચી શકો છો તો તેનું કારણ છે કે અમાં સર્વર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News