દેવભૂમિ દ્રારકાના પાદરમાં શનિવારે ઢળતી સાંજે એક ખાનગી બસ તથા સ્વિટ અને ઈક્કો મોટરકાર વચ્ચે સર્જાયેલા ત્રિપલ જીવલેણ એવા અકસ્માતમાં સાત જેટલા મુસાફરોના કમકમાટીભર્યા મૃત્યુ નીપયા હતા. યારે એક ડઝનથી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી છે. ઘટનાના પગલે સમગ્ર જિલ્લાની રેસ્કયુ ટીમ, ડોકટરો, સેવાભાવી, કાર્યકરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તો માટે તમામ જરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતા કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પુનમબેન માડમ સહિતના આગેવાનો મદદ માટે દોડી ગયા હતા અને તાકીદના ધોરણે જરૂરી મદદ કરી હતી.
આ કણ બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્રારકા–ખંભાળિયા ધોરીમાર્ગ પણ દ્રારકાથી આશરે ૭ કિલોમીટર દૂર બરડીયા ગામ પાસે આવેલી એક હોટલ પાસેથી શનિવારે રાત્રે આશરે ૭:૩૦ વાગ્યાના સમયે પસાર થઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસ નંબર એન.એલ. ૦૧ બી. ૨૨૦૭ આડે કોઈ પશુ ઉતરતા તેને બચાવવા માટે બસના ચાલકે કાવો માર્યેા હતો. જેના કારણે આ બસ ડીવાઈડર ટપીને રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી. આ પછી સામેની તરફથી દ્રારકા તરફ આવી રહેલી એક સ્વીટ મોટરકાર નંબર જી.જે. ૧૧ બી એચ ૮૯૮૮ અને તેની સાથે એક ઈક્કો મોટરકાર નંબર જી.જે. ૧૮ બી.એલ. ૩૧૫૯ વચ્ચે ત્રિપલ અકસ્માત બાદ પાછળ આવી રહેલું એક મોટરસાયકલ પણ આ અકસ્માતગ્રસ્ત વાહન સાથે ટકરાયું હતું. આ વચ્ચે વધુમાં ચર્ચાતી વિગત મુજબ અન્ય એક રાહદારી પણ આ અકસ્માતની અડફેટે ચડી ગયા હતા.
આ ત્રિપલ અકસ્માતમાં ઈક્કો કારમાં સવાર સહિત કુલ સાત મુસાફરોના મોત નીપયા હતા. યારે અન્ય આશરે ૧૫ થી ૧૭ જેટલા મુસાફરોને નાની–મોટી ઈજાઓ થતાં દ્રારકાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ ખંભાળિયા સ્થિત ડીસ્ટ્રીકટ જનરલ હોસ્પિટલ ખાતે તમામને ખસેડવામાં આવ્યા હતા.
આ ગંભીર અકસ્માતમાં ઈક્કો મોટરકારમાં જઈ રહેલા એક જ પરિવારના બે બાળકો સહિત સાત મુસાફરો કાળનો કોળિયો બની ગયા હતા. જે અંગે ઈક્કો મોટરકારમાં જઈ રહેલા મહેશભાઈ કેશવજી ઠાકોર (ઉ.વ. ૩૭, રહે. ટીટોડા ગામ (પ, તા. ગાંધીનગર) એ દ્રારકા પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ ફરિયાદી મહેશભાઈ ઠાકોર તેમજ તેમના પરિવારજનો શનિવારે દ્રારકા ખાતે જગત મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા ત્યારે દ્રારકા પહોંચે તે પહેલા બરડીયા નજીક સામેથી આવી રહેલી એન.એલ. ૦૧ બી. ૨૨૦૭ નંબરના ખાનગી બસના ચાલકે પોતાની બસના સ્ટેરિંગ પરનો ગુમાવી દેતા રોંગ સાઈડમાં જઈ અને આ બસ પલટી ખાઈને તેઓની ઈક્કો મોટરકાર ઉપર પડી હતી. જેના કારણે ફરિયાદી મહેશજી કેશાજીના ધર્મપત્ની ભાવનાબેન (ઉ.વ. ૩૫), તેમની પુત્રી પ્રિયાંશી (ઉ.વ. ૧૩) તેમના સાળા અર્જુનજી ઠાકોરના પત્ની હેતલબેન અર્જુનજી ઠાકોર (ઉ.વ. ૨૮, રહે પલસાણા કલોલ), તેમની પુત્રી તાનિયા અર્જુનજી ઠાકોર (ઉ.વ. ૨), અન્ય એક સાળા કિશનજીની પુત્રી રિયાંશી (ઉ.વ. ૩) અને તેમનો દીકરો વિરાન કિશનજી ઠાકોર (ઉ.વ. ૬) ના કમકમાટીભર્યા મૃત્યુ નીપયા હતા. આ અકસ્માતમાં આ માર્ગ પર જઈ રહેલા અન્ય એક યુવાન ચિરાગ રાણાભાઈ ચાસીયા (રહે. બરડીયા, તા. દ્રારકા) નું પણ મૃત્યુ નીપયું હતું.
આ અકસ્માતમાં અન્ય મુસાફરો એવા ફરિયાદી મહેશજી કેશાજી ઠાકોર તેમના પુત્ર હિમેશ, હેતલબેન કિશનભાઈ ઠાકોર અને કિશનભાઈ રમણજી ઠાકોર વિગેરેને પણ નાની મોટી ઈજાઓ થતા વધુ સારવાર અર્થે દ્રારકાથી ખંભાળિયા ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવના પગલે જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી વાહનોમાં ઘવાયેલાઓને હોસ્પિટલ તેમજ ખંભાળિયા ખસેડવાની તાકીદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આટલું જ નહીં, આ ગમખ્વાર અકસ્માત થતા અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ વિગેરે પણ ઘટના સ્થળે દોડી જઈ, અને જરી વ્યવસ્થાઓ કરવામાં મદદપ થયા હતા ખંભાળિયાની સરકારી હોસ્પિટલોમાં ઘવાયેલા ઓને તાકીદે તમામ સારવાર મળી રહે તે માટે જામનગરથી જી.જી. હોસ્પિટલના ડોકટરોની ટીમનું પણ આગમન થયું હતું. આ બનાવે ભારે કણતા પ્રસરાવી છે. આ અકસ્માતના પગલે અહીંના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા હાર્દિક પ્રજાપતિ તેમજ દ્રારકાના ડી.વાય.એસ.પી. સાગર રાઠોડની ટીમે હાઈવે માર્ગ પર જરી બંદોબસ્ત ગોઠવી, વાહન વ્યવહાર તેમજ ઘવાયેલાઓ માટે વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માત સજીર્ને આરોપી બસનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગમખ્વાર અકસ્માતના આ બનાવ સંદર્ભે દ્રારકા પોલીસે મહેશજી કેશાજી ઠાકોરની ફરિયાદ પરથી ખાનગી બસના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસના ડી.વાય.એસ.પી. સાગર રાઠોડના વડપણ હેઠળ પી.એસ.આઈ. ડી.એચ. ભટ્ટ દ્રારા હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતમાં મૃતક હતભાગીઓના પોસ્ટમોર્ટમ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા. આ બનાવ બનતા અહીંના પ્રાંત અધિકારી મામલતદાર પણ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા. અને મૃતક તથા ઈજાગ્રસ્તોના પરિવારજનોને શકય તેટલી તમામ સહાય માટે મદદપ બન્યા હતા. દ્રારકાના બરડીયા નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હતા, તેમજ સાત વ્યકિતએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં જ જામનગર જિલ્લાનું વહીવટી તત્રં દોડતું થયું હતું. જામનગરની જી.જી. હોસ્પિટલના અનુભવી ડોકટરો, નસિગ સ્ટાફ અને અત્યાવશ્યક દવાઓ સાથે બે એમ્બ્યુલન્સ તાત્કાલિક ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે, તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઉપરાંત, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક પણ સ્થળ પર પહોંચીને રાહત કામગીરીનું નિરીક્ષણ કયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech