જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામે ગઇકાલે ફરી એકવાર ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. ધોળીધાર ગામ પાસે આવેલા વળાંક–બ્રિજ પર મોટા માલવાહક ટ્રક અને એક પિકઅપ વાહન અને મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતના પગલે વાહનો રસ્તાની વચ્ચે જ અટવાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિક લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં એક વ્યકિતને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત વ્યકિતને વધુ સારવાર માટે ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. છેલ્લ ા માત્ર પાંચ જ દિવસમાં આ સ્થળે આ છઠ્ઠો અકસ્માત નોંધાયો છે. વારંવાર બનતી આ ઘટનાઓને પગલે વહીવટી તત્રં અને માર્ગ–મકાન વિભાગ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની સીઝનમાં ભીના રસ્તા અને તત્રં દ્રારા યોગ્ય સાઇન બોર્ડ કે સ્પીડ બ્રેકર ન મૂકવાને કારણે આ જગ્યા ડેન્જર ઝોન બની ગઈ છે. જો તત્રં દ્રારા વહેલી તકે અહીં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે, આ જોખમી સ્પોટ પર તાત્કાલિક સુરક્ષાના યોગ્ય પ્રબધં કરવામાં આવે