ઠેબા ગામે ભરવાડ સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો

  • March 29, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંતો-મહંતો, રાજકીય આગેવાનો રહેશે ઉપસ્થિત


જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક- માલધારી સમૂહલગ્ન સમિતિ દ્વારા ભરવાડ સમાજની 100 ક્ધયાઓનો 13 મો સમૂહ લગ્નોત્સવ ખૂબ જ ધામધૂમથી, રંગેચંગે અને સફળતાપૂર્વક જામવણથલીના આંગણે યોજાઈ ગયો.



ગુજરાત સરકારશ્રીના વિકસતિ જાતિ કલ્યાણ ખાતાની કુંવરબાઈનું મામે તથા સાતફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત પ્રત્યેક ક્ધયાને ા.24,000ની આર્થિક સહાયના આદેશપત્ર લગ્ન ગ્રંથીથી જોડાયેલ તમામ 100 ક્ધયાઓને અર્પણ કરવાની કાર્યક્રમ તેમજ આવી ઉમદા સામાજિક કામગીરી કરવા બદલ ગોપાલક માલધારી સમૂહ લગ્ન સમિતિને ા.75,000 મળી કુલ ા.24,75,000 પિયાના આદેશપત્રનું વિતરણ, 13 મા સમૂહ લગ્નના આવક-જાવક-ખર્ચના હિસાબો તેમજ માલધારી મહિલા સંમેલન આગામી તા.07-04-2024 ને રવિવારના રોજ સવારના 10-00 વાગ્યે જામનગર તાલુકાના ઠેબા ગામે શ્રી રામદેવપીર મંદિરના પટાંગણમાં યોજવામાં આવ્યું છે.



આ સમારોહનું અધ્યક્ષસ્થાન શ્રી મુળવાનાથ મંદિર- દ્વારકાના મહંતશ્રી બાલારામબાપુ શોભાવશે. સમારોહના મુખ્ય અતિથિ વિશેષ તરીકે જામનગર - દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહી સમારોહને દીપ પ્રાગટયથી ખુલ્લો મુકશે. મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજયના માન. કેબીનેટ મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલ પારશે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે જામનગર જિલ્લા પંચાયતના મૈયબેન ગરસર, જામનગર ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ મહાનગરપાલિકાના કોર્પોરેટરો તેમજ સ્થાનિક સ્વરાજયની સંસ્થાના પદાધિકારીઓની પણ ઉપસ્થિતિ હશે.



માલધારી મહિલા સંમેલનમાં વિવાહિત ગોપક્ધયાઓ પરંપરાગત - ટ્રેડીશનલ ભરવાડી પહેરવેશ પરિયાન કરી સંમેલનમાં આવશે જેથી ભરવાડ સમાજની અસલ સંસ્કૃતિનો સૌને ખ્યાલ આવી શકે. પ્રત્યેક વિવાહિત ક્ધયાને ઠેબા ગામના ભરવાડ સમાજ તરફથી એક જોડી કપડાની જેમાં જીમી, કાપડું અને પછેડો આપી ક્ધયાઓને સન્માનીત કરાશે. તેવી જ રીતે પ્રત્યેક વરરાજાને પહેરામણીમાં સાલ અર્પણ કરવામાં આવશે. સમુહલગ્નમાં જે ગામની સમિતિઓએ સેવા આપેલ છે તેમને ઠેબા ગામના ભરવાડ સમાજ તરફથી આકર્ષક મોમેન્ટો આપી સન્માનિત કરાશે.



જામનગર ગોપાલક માલધારી સમૂહલગ્ન સમિતિ દ્વારા નવવિવાહિત ક્ધયાઓને જીવન ઉપયોગી સુંદર કીટ, ગુજરાત સરકારનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર, વરઘોડિયાના લગ્નના મઢેલા ફોટોગ્રાફસ, સમિતિ તરફથી રંગબેરંગી લગ્નનું પ્રમાણપત્રજ તેમજ ા.24,000 ના આર્થિક સહાયના આદેશપત્ર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવશે.


આ કાર્યક્રમની શરૂઆતમાં ઠેબા સમસ્ત ભરવાડ સમાજના બહેનો દ્વારા ભરવાડ સમાજનું હૂડો લોકનૃત્ય રજૂ કરવામાં આવશે. આ ત્રિવિધ કાર્યક્રમની તમામ વ્યવસ્થા તથા તમામ ખર્ચ ઠેબા ભરવાડ સમાજે ઉઠાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application