દ્વારકા જિલ્લાના બે પીઆઈ અને એક પીએસઆઈની બદલી

  • May 30, 2023 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સીઆઈડીના અધિકારીને દેવભૂમિમાં મુકાયા

રાજ્યના ડી.જી. વિકાસ સહાય દ્વારા ગઈકાલે સોમવારેજુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા ૪૭ પોલીસ ઇન્સ્પેક્ટરની સામુહિક બદલીના ઓર્ડરો થયા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર સેલ વિભાગમાં ફરજ બજાવતા પી.આઈ. એ.એમ. પટેલની બદલી ડીજીપી કચેરીમાં જ્યારે અન્ય એક પી.આઈ. કે.બી. યાજ્ઞિકની બદલી સી.આઈ.ડી. ક્રાઈમ ખાતે કરવામાં આવી છે. જ્યારે સી.આઈ.ડી. ક્રાઈમ વિભાગના પી.આઈ. જે.જે. ચૌહાણને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મૂકવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલા પી.એસ.આઈ. આર.એ. નોયડાની ઇન્ટેલિજન્સ બ્યુરો ખાતે જ્યારે રાજકોટ શહેરના પી.એસ.આઈ. તેજલ ડી. ચુડાસમાની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બદલી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application