સિવિલ હોસ્પિટલમા ગઈકાલે આગ કેમ બુઝાવી તેની કલાસ–૪ના કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી જયારે આજે સવારે ઓપીડી બિલ્ડિંગના સાયકિયાટ્રીક ઓપીડીમાં એસી–કમ્પ્રેસરમાં આગ લાગતા ફાયર અને કલાસ–૪ના કર્મચારીઓએ મિનિટોમાં આગને બુઝાવી ગઈકાલની તાલીમને ખરા અર્થમાં સાર્થક કરી હતી.
અવાર નવાર આગ લાગવાના નાના–મોટા બનાવ બનતા હોવાથી આગ લાગે ત્યારે કેવી રીતે કાબુમાં લઈ શકાય એ માટે હોસ્પિટલ, સોસાયટી સહિતના કોર્મશિયલ બિલ્ડિંગમાં ફાયર વિભાગ દ્રારા ડેમો યોજી કર્મચારીઓ અને લોકોને તાલીમ આપવામાં આવે છે. ગઈકાલે રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ગાંધીનગરથી આવેલી ટિમની હાજરીમાં આગ લાગે ત્યારે ફાયર સિલિન્ડરનો ઉપયોગ કરી કેવી રીતે આગને બુઝાવી શકાય એ અંગે હોસ્પિટલના કલાસ–૪ કર્મચારીઓને લાઈવ ડેમો બતાવી તાલીમ આપવામાં આવી હતી. હજુ તાલીમ આપ્યાને ૨૪ કલાક જેટલો સમય થયો નહતો એ પહેલા જ આગની ઘટના બની હતી. આજે સવારે ઓપીડી બિલ્ડિંગમાં આવેલા બીજા લોર પર ૨૫ નંબરના સાયકિયાટ્રીક વોર્ડમાં એસી અને બહારના ભાગે આવેલા કમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ થવાથી અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની પગલે ફાયર બિગ્રેડને જાણ કરાઈ હતી. જો કે ગઈકાલે કર્મચારીઓને આપવામાં આવેલી ફાયરની તાલીમ ખરા સમયે કામે લાગી હતી અને ફરજ પરના કર્મચારીઓએ ફાયર સિલિન્ડરથી તાકીદે આગ બુઝાવી હતી. આ દરમિયાન મિનિટોમાં જ ફાયર બિગ્રેડની ટિમ આવી જતા બહાર કમ્પ્રેશનના ભાગે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. ઈલેકટ્રીશિયન પણ તાકીદે આવી હતા સ્વિચ બોર્ડ સહિતમાં આગ ફેલાઈ એ પહેલા વીજ સપ્લાય બધં કરી દેવામાં આવી હતી. સદનસીબે સવારનો સમય હોવાથી કોઈ જાન હાનિ થઇ નહતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના દરિયામાંથી ૫૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું
November 15, 2024 03:13 PMટ્રેકટર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા મહિલાનું સ્થળ પર કરૂણ મોત
November 15, 2024 03:10 PMમાર્ગો પર વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમપી ઢોરનો ત્રાસ યથાવત
November 15, 2024 03:09 PMસિહોરના ટાણા ગામે તળાવમાં છવાયું ગાંડી વેલનું સામ્રાજ્ય, ગંદકીના ગંજ
November 15, 2024 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech