પોસ્ટલ બેલેટ મોકલવા અને ચૂંટણી સ્ટાફના મતદાન સંદર્ભે ચૂંટણી પંચે આ વખતે અનેક મહત્વના ફેરફારો કર્યા છે અને તે મુજબ હવે ચૂંટણી ફરજમાં જોડાયેલા સ્ટાફને પોસ્ટલ બેલેટ ટપાલ મારફત મોકલવાના બદલે તાલીમના સ્થળે બમાં જ આપવામાં આવશે અને ત્યાં જ મતદાન કરવાનું રહેશે.
આ અમલવારી માટે ચૂંટણી પંચે તાલીમનો એક તબક્કો વધારી દીધો છે. અત્યાર સુધી ચૂંટણી સ્ટાફને અલગ અલગ બે તબક્કામાં તાલીમ આપવામાં આવતી હતી પરંતુ હવે તે ત્રણ તબક્કામાં અપાશે અને છેલ્લા તબક્કામાં મતદાન થશે.
પોસ્ટલ બેલેટ સંદર્ભે કરાયેલા ફેરફાર ની જાણકારી આપવા અને લોકસભાની આગામી ચૂંટણીથી જ તેની અમલવારી કરવા માટે થોડા સમય પહેલા ચૂંટણી પંચે રાયના તમામ જિલ્લા કલેકટરો અને હોદાની એ જિલ્લા ચૂંટણી અધિકારીઓને બ બોલાવ્યા હતા અને તેમાં આ બંને બાબતોનો ખાસ ઉલ્લેખ કર્યેા હતો. આમ કરવાના કારણો સંદર્ભે કલેકટરો સાથેની મિટિંગમાં કોઈ સ્પષ્ટ્રતા કરવામાં આવી ન હતી પરંતુ ચૂંટણી પંચના ટોચના સુત્રો એવું જણાવે છે કે પોસ્ટ મારફત બેલેટ પેપર મોકલી દીધા બાદ જે તે કર્મચારી કે અધિકારીના ઘરે લાંબો સમય સુધી પડા રહેતા હોય છે. તે દરમિયાન અમુક અધિકારીઓ , રાજકીય પક્ષોના આગેવાનો ચોક્કસ રાજકીય પક્ષ અને ઉમેદવાર તરફી મતદાન માટે દબાણ કરતા હોવાનું જણાયું છે. મુકત ચૂંટણી માટે આ મોટું ભયસ્થાન છે અને તેથી હવે તાલીમના સ્થળે જ પોસ્ટલ બેલેટ આપીને ત્યાં જ મતદાન કરાવી લેવાનું નક્કી થયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMધૂમ 4 માં રણબીર કપૂરની એન્ટ્રી?
November 22, 2024 12:17 PMમાત્ર માથાનો દુખાવો જ નહીં, આ લક્ષણો પણ હાઈ બ્લડ પ્રેશરના સંકેત
November 22, 2024 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech