ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં ટ્રેનને ઉથલાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.કોઈ અજ્ઞાત ડમ્પર ચાલક ટ્રેક પર માટીનો ઢગલો મૂકીને નાસી ગયો હતો. દુરથી આવતી ટ્રેનના લોકો પાયલોટનું ધ્યાન જતા જ તેને ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ, ખીરોન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રઘુરાજ સિંહ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર માટીનો ઢગલો જોઈને પેસેન્જર ટ્રેનના લોકો પાયલટે ટ્રેન રોકી હતી. ખીરોન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર (એસએચઓ) દેવેન્દ્ર ભદોરિયાએ જણાવ્યું હતું કે ડમ્પરમાંથી કેટલીક માટી રેલવે ટ્રેક પર પડી હતી, જેને દૂર કરવામાં આવી હતી અને માટી હટાવ્યા બાદ ટ્રેનની અવરજવર શરૂ થઈ હતી. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગંગા એક્સપ્રેસ વે પર માટી ભરવાનું કામ ચાલી રહ્યું છે અને તે જ કામમાં લાગેલું એક ડમ્પર ટ્રેક પર માટી નાખીને ભાગી ગયું હતી . સારી વાત એ છે કે ડ્રાઈવર અને સ્થાનિક લોકોની બુદ્ધિમત્તાને કારણે કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. રઘુરાજ સિંહ શટલ ટ્રેન નંબર 05251 રાયબરેલીથી આવી હતી અને ટ્રેનની સ્પીડ ઓછી હોવાને કારણે આ દુર્ઘટના બનતી અટકાવી શકાઈ હતી. જો ટ્રેનની સ્પીડ વધુ હોત તો ટ્રેન પાટા પરથી ઉતરી શકી હોત.હાલ પોલીસ ટ્રક ચાલકને શોધવામાં વ્યસ્ત છે.
આ પહેલા પણ આવા કિસ્સા બન્યા છે
આ પહેલીવાર નથી જ્યારે રેલવે ટ્રેક પર સામાન જોવા મળી રહ્યો હોય , જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી શકે છે. રવિવારે જ ઉત્તર પ્રદેશના સંત કબીર નગરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહી રેલ્વે ટ્રેક પર એક સાયકલ પડી હતી પરંતુ તેને કોણે મુકી તે હજુ સુધી જાણી શકાયું નથી. આટલું જ નહીં, સાયકલ ટ્રેનના એન્જિનમાં ફસાઈ ગઈ અને થોડા મીટર આગળ પહોંચી અને પછી લોકો પાયલટે સાઈકલને એન્જિનમાંથી હટાવી અને પોલીસને તેની જાણ કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech