ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર અને જામનગરના રત્ન સમાન પરેશભાઇ ખેતશીભાઇ વસતં 'વસતં પરેશ બંધુ'નું દુ:ખદ નિધન થયું છે, આ અહેવાલ જામનગર પહોંચ્યા બાદ શોકની લાગણી ફેલાઇ છે, સાંજે ૪:૩૦ કલાકે સદગતની અંતિમ યાત્રા નિકળશે, ૧૫ દિવસથી તબીયત બગડી હતી, પાંચ દિવસથી જમવાનું છોડી દીધું હતું અને આખરે ગઇ રાત્રે ૯:૫૫ કલાકે દુનિયાને અલવીદા કરી હતી....સદા બધાને હસાવતા પરેશભાઇ ગુરૂવારે સવારે અનેકને રોવડાવી ગયા છે.
દુ:ખદ બનાવની વિગતો મુજબ છેલ્લા કેટલાક દિવસથી તેઓ વ્યારા પાસેના સોનગઢમાં પુત્ર ચિંતન સાથે રહેતા હતાં, ૧૫ દિવસ પહેલા તબીયત બગડી હતી ત્યારે સોનાગઢની હોસ્પિટલમાં સારવાર મેળવવામાં આવી હતી, જો કે છેલ્લા આઠ દિવસથી ખોરાક બધં થઇ ગયો હતો અને માત્ર લીકવીડ પર જ હતાં, સોનાગઢ નાનકડુ ગામ હોવાથી વધુ સારવાર માટે વ્યારાની સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં, પરેશભાઇને ફેફસામાં ઇન્ફેકશન થયું હતું, ઓકસીજન લેવલ સતત ઘટતું હતું, ઉપરાંત બીપી અને ડાયાબીટીસ તબીયતને કન્ટ્રોલમાં લાવવા માટે અવરોધ બન્યા હતાં, તબીબોએ લોહી ચડાવવા સહિતની તમામ સારવાર પુરી પાડી હતી.
ગઇ રાત્રે ૯:૫૫ કલાકે વ્યારાની હોસ્પિટલમાં જ પરેશભાઇએ અંતિમ શ્ર્વાસ લીધા હતાં, આ સમયે એમની પાસે પત્ની અનીતાબેન, પુત્ર ચિંતન અને પરેશભાઇના મીત્ર નિતીનભાઇ ઓઝા ઉપસ્થિત હતાં, ગઇ રાત્રે ૧૨ વાગ્ે વ્ારાથી એમ્બ્યુલન્સ મારફત પરેશભાઇના પાર્થીવ દેહને જામનગર લાવવા માટે પરીવાર રવાના થયો હતો.
બપોરે ૨ વાગ્યે જામનગર આવી ગયા બાદ સાંજે ૪:૩૦ વાગ્ે સદગતની અંતિમ યાત્રા નિવાસ સ્થાન ૨૦૩, લમી એપાર્ટમેન્ટ મંગલબાગ શેરી નં.૧ જામનગર ખાતેથી નિકળશે.
જામનગરની લગભગ જ કોઇ વ્કિત એવી હશે જે આ હાસ્ય કલાકારને જાણતી નહીં હોય આજે જયારે એમના દુ:ખદ નિધનના સમાચાર જયારે જામનગર પહોંચ્યા ત્યારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી અને જામનગરે સ્ટેજની દુનિયાનો એક રત્ન ગુમાવ્યાનો અહેસાસ બધાએ કર્યેા હતો. ૩૧ ઓગષ્ટ્ર ૧૯૫૪ના રોજ જોડીયામાં પરેશભાઇનો જન્મ થયો હતો અને આજે ૭૦ વર્ષની વયે એમણે દુનિયાને અલવીદા કરી દીધી છે. તેઓ પોતાની પાછળ પત્ની અનીતાબેન પી.વસંત, પુત્ર ચિંતન પી.વસતં અને સ્વજનોને વિલાપ કરતા છોડી ગયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચાર દિવસમાં કામ કરતી વખતે શ્રમિકના અકસ્માતે મૃત્યુ થવાની ત્રીજી ઘટના
May 14, 2025 03:14 PMયુવતીને ઘરની બહાર બોલાવી છેડતી, હડધુત કરવાના ગુનાના ૩ આરોપીના જામીન મંજુર
May 14, 2025 03:14 PMજસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ બન્યા ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ, જાણો તેમના વિશે બધું જ
May 14, 2025 03:13 PMભાવનગરમાં ઈ-બસ સેવા માટે ૧૧ માસમાં માત્ર ૪૫ % જ કામ થયું
May 14, 2025 03:11 PMસિટી બસ-બીઆરટીએસની ૨૩૪માંથી ૧૫૨ બસ હજુ બંધ; મુસાફરોમાં દેકારો
May 14, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech