રહેલા કુતરાઓ પૈકી એક બાઇકમાં અથડાતા પુલની નીચે પટકાતા બનેલો બનાવ : પોલીસ બેડામાં ભારે શોક : વતન ખાવડી ગામમાં ગાર્ડ ઓફ ઓર્નર અપાયું
જામનગરમાં બેડી ચોકીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને ગઇકાલે ઓવરબ્રીજ પાસેના એકડેએક વિસ્તાર તરફ જવાના રોડ પરના પુલીયા પાસે અકસ્માત નડયો હતો, જેમાં ગંભીર ઇજા થવાથી ટુંકી સારવારમાં મૃત્યુ નિપજતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, દરમ્યાન પોલીસ અધિકારીઓ, સ્ટાફની હાજરીમાં મૃતકને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતું. પુલના છેડા નજીક કુતરાઓ ઝઘડતા હોય આથી તેઓએ બાઇક ધીમુ પાડતા અને એક કુતરુ ટાયરમાં અથડાતા મોટરસાયકલ સાથે પુલ નીચે પડી જતા બનાવ બન્યો હતો. શહેરમાં કુતરાઓની રંઝાડના કારણે અનેક અકસ્માતો બની ચુકયા છે અને કુતરાઓના કારણે વધુ એક માનવ જીંદગીનો ભોગ લેવાયાનું સામે આવ્યું છે.
જામનગરની બેડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મયુરસિંહ જાડેજા નામના પોલીસ કર્મચારીનું બેડી ઓવરબ્રીજ પાસે બાઇક અકસ્માતમાં મૃત્યુ નીપજયું છે. જેથી મૃતકના પરિવારમાં તથા પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઇ છે.
પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.૩૫) ગઇકાલે સવારે બેડી પોલીસ ચોકીથી સમન્સ બજાવવા માટે પોતાની ફરજ પર જઈ રહ્યા હતા, જે દરમિયાન બેડી વિસ્તારના બેઠા પૂલ પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતાં નીચે ખાબક્યા હતા, અને હેમરેજ સહિતની ગંભીર ઈજા થઈ હતી.
તેઓને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. જેથી પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ હતી, અને મૃતકના પરિજનો તેમજ અન્ય પોલીસ સ્ટાફ વગેરે જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા.
મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવાયા પછી તેઓના મૃતદેહને તેમના વતન મોટી ખાવડી ગામમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં સીટી બી. ડિવિઝન પોલીસ, ઉપરાંત સિક્કા અને પડાણા સહિતની પોલીસ ટીમની હાજરીમાં તેઓને ગાર્ડ ઓફ ઓર્નર અપાયું હતું.
નાની ખાવડીમાં રહેતા હિતેન્દ્રસિંહ કિરીટસિંહ દલ જાડેજાએ ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં બનાવ સબંધે જાહેર કરેલી વિગતો મુજબ જામનગરના પોલીસ હેડ કવાર્ટરમાં હાલ રહેતા અને બેડેશ્ર્વર ચોકીમાં ફરજ બજાવતા મયુરસિંહ રણજીતસિંહ જાડેજા પોતાના હવાલાનું મોટરસાયકલ નં. જીજે૧૦સીબી-૫૪૬૨ લઇને જતા હતા ત્યારે બેડેશ્ર્વર કાંટા પાસે ઓવરબ્રીજથી એકડેએક વિસ્તાર તરફના રસ્તા પરના પુલના છેડા નજીક પહોચતા અચાનક બે કુતરા ઝઘડતા ઝઘડતા રોડ પર આવી ગયા હતા આથી મયુરસિંહે પોતાનું બાઇક ધીમુ પાડેલ અને રોડની એક તરફ ચલાવતા દરમ્યાન એક કુતરુ બાઇકની આગળના ટાયરમાં ભટકાતા પોલીસમેન મોટરસાયકલ સાથે પુલ નીચે પડી જતા તેઓને માથા અને શરીરના ભાગે ઇજાઓ પહોચતા તાકીદે જી.જી. હોસ્પીટલ ખાતે લઇ જતા જયાં ટુંકી સારવારમાં મૃત્યુ થયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech