ખંભાળિયાના ધરમપુર વાડી વિસ્તારના રહેતા અશોકભાઈ ભાણાભાઈ ખાણધર નામના 52 વર્ષના સતવારા આધેડ ગઈકાલે રવિવારે પોતાના જી.જે. 37 એચ. 5332 નંબરના હોન્ડા સાઈન મોટરસાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે અત્રેથી આશરે 12 કિલોમીટર દૂર વિંઝલપર ગામના પાટીયા પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 સી. 4141 નંબરના અન્ય એક હોન્ડા સાઈન મોટરસાયકલના ચાલકે અશોકભાઈના બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ પ્રકરણ અંગે મૃતક અશોકભાઈ ખાણધરના પુત્ર ચિંતનભાઈ અશોકભાઈ ખાણધર (ઉ.વ. 26, રહે. બેડીયાવાડી - ધરમપુર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે જી.જે. 37 સી. 4141 નંબરના મોટરસાયકલના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
અન્ય મોટરસાયકલ ચાલકની હાલત પણ ગંભીર જણાતા તેમને અહીંથી વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે સતવારા આધેડ અશોકભાઈ ખાણધરના અકસ્માતે અપમૃત્યુના આ બનાવે સતવારા સમાજમાં અરેરાટી પ્રસરાવી છે. બે બાઈક વચ્ચેના આ અકસ્માતમાં બંને વાહનોનો બુકડો બોલી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં પીળું તરબૂચ ક્યાંથી આવ્યું? જાણો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
May 14, 2025 04:49 PMઆ 5 વસ્તુઓ ભૂલથી પણ ઠંડી ન ખાવી જોઈએ, સ્વાસ્થ્ય પર કરી શકે છે ખરાબ અસર
May 14, 2025 04:46 PMરાજકોટમાં નર્સની હત્યા કરનાર હત્યારો વિકૃત, મોબાઈલ ફોનમાં થોકબંધ અશ્લીલ વીડિયો મળી આવ્યા
May 14, 2025 04:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech