શિખામણ ઝાંપા સુધી રહેશે કે? ટ્રાફિક વોર્ડનોએ વાહનધારકો સાથે કેમ વર્તવુ તેનું અપાયું જ્ઞાન

  • October 02, 2023 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં ટ્રાફિક વોર્ડનો પોતાની મૂળભૂત ફરજ ભૂલીને અન્ય કામમાં અથવા તો વાહનધારકો સાથે તોછડાઈ, ઉધ્ધતાઈ કરતા હોવાની ફરિયાદોના પગલે વોર્ડનને ગઈકાલે દોઢેક કલાક સુધી કલાસ લઈને જ્ઞાન અપાયું કે વાહનચાલકો સાતે કેમ વર્તવું? વોર્ડનો માટે ગઈકાલે કરાયેલી કસરત કે કસવાયતની અસર રહેશે કે પછી શિખામણ ઝાપા સુધી? જેવું બની રહેશે તે સમય બતાવશે.પોલીસ હેડ કવાર્ટરના તાલિમ ભવનમાં બપોરે ૩થી ૪.૩૦ સુધી દોઢ કલાક સુધી  અંદાજે ૨૦૦થી વધુ ટ્રાફિક વોર્ડનને મહિલા કોલેજના લેકચરર મીનુ જસદણિયા, નિવૃત્ત આરટીઓ જે.વી.શાહ તથા એસીપી ટ્રાફિક જે.બી.ગઢવી દ્રારા પ્રશિક્ષણ અપાયું હતું.


વોર્ડનોએ વાહનચાલકો સાથે સોમ્ય, સંવાદ અને કાયદાની પરિભાષામાં રહીને વાત કરવી,. મહિલા સભ્યો, પરિવાર હોય ત્યારે વધુ સતા દાખવવી, ફરજ સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ મર્યાદિત રાખવો સહિતનું જ્ઞાન સિંચન કરાયું હતું. ૨૦૦ જેટલા વોર્ડન દ્રારા દોઢેક કલાક સાંભળેલી આ જ્ઞાનવાણી ખરેખર પુરવાર થશે કે આ કાને સાંભળ્યું ને ઓલા કામે કાઢયું. આવવું પડે એટલે આવ્યા માનીને સેમિનાર પૂર્ણ કર્યેા હશે? તે હવે આવનારા દિવસોમાં તેમની ફરજના વર્તાવ પરથી દેખાશે.

ખરો મુદ્દો તો એ કહેવાની જરૂર છે કે, વોર્ડનને વાહનો રોકવાની સત્તા જ નથી
ટ્રાફિક વોર્ડનોનો સેમિનાર લેવાયો ફરજ અને સામાન્યજન સાથે કેમ વર્તવુ તેનું પ્રશિક્ષણ અપાયું હતું જે સારી કે સરાહનીય વાત છે. સાથોસાથ મહત્વનું અને વારંવાર ઉઘરાણા થતાં હોવાના વીડિયો વાયરલ થાય છે કે આવી વાતો બહાર આવે છે તે અટકાવવા અને ટ્રાફિક પોલીસની આખં સુધારવા માટે પાયાનું શિક્ષણ એ આપવાની જરૂર છે કે, વોર્ડનની સાચી ફરજ શું છે? ખુદ એક તબક્કે ગૃહમંત્રીએ સૂીચત કરવું પડયું હતું કે, વોર્ડનને વાહનો રોકવાની કોઈ સત્તા નથી. વોર્ડનને માત્ર ટ્રાફિક પોલીસ કર્મીને મદદગારી થવા માટે લેવામાં આવે છે. વોર્ડને માત્રને માત્ર ટ્રાફિક નિયમન પાલન માટે કે સર્કલો પર સાઈડો ચાલુ–બધં થાય એ સમયે ત્યા જો જામ થાય તો ત્યાં ટ્રાફિક પૂર્વવત કરાવવા પોલીસ કર્મીને મદદરૂપ બનવા પુરતું છે. વોર્ડનોને વાહનો રોકવા, લાઈસન્સ ચેક કરવા કે વાહનો સંબંધિત ડોકયુમેન્ટસ માગવા કે ચેક કરવાની કોઈ સત્તા જ નથી. આ બધું ટ્રાફિક પોલીસ કર્મીઓ જાણે છે છતાં ફિલ્ડમાં ફરજ સમયે કોણ જાણે કેમ આખં મિંચામણા થતાં હશે? કે પછી મરે તો વોર્ડન મરે આપડે ત્યાં સુધી જલ્સા જેવો ઘાટ રહેતો હશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application