નેશનલ હાઇવે પર અકસ્માત નિવારવા ટ્રાફિક પોલીસે લગાવ્યા રિફ્લેક્ટર્સ

  • December 20, 2024 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના હાઇવે પર રાત્રિના સમયે સર્જાતા વાહન અકસ્માત અટકાવવા માટે ટ્રાફિક શાખા દ્વારા રિફ્લેક્ટર્સ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
અકસ્માત નિવારવાના ભાગ‚પે વાહનચાલકોને વાહનોમાં રિફલેકટર્સના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી તેમજ માલવાહક વાહનોમાં ક્ષમતા પ્રમાણે્ નિયમાનુસાર માલસામાન ભરવા ટ્રાફિક પી.એસ.આઈ.કે.બી.ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા સમજ કરવામાં આવેલ હતી.એટલુ જ નહી પરંતુ રાત્રિના સમયે વાહનો રોડ પર પાર્ક કરવાથી અકસ્માતના બનાવ બને છે અને તેમાં અનેક નિર્દોષ લોકો મોતને ભેટી ચુક્યા છે.
તેથી છકડો રીક્ષા સહિતના વાહનોમાં પાછળના ભાગે રિફ્લેક્ટર્સ લગાવવાની કામગીરી પણ જિલ્લા હાઈવે ટ્રાફિક શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. પી.એસ.આઇ. કે.બી.ચૌહાણ દ્વારા વાહનચાલકોને એવું જણાવ્યું હતું કે,હાઇવે ઉપર વાહનો ટ્રાફિકને અડચણરૂપ રાખવાને બદલે સાઈડમાં પાર્ક કરવા જોઈએ.જો કોઈ મોટા વાહનમાં પંચર પડ્યું હોય અને તેનું ટાયર બદલાવાની કામગીરી થતી હોય તો એવા સમયે આ વાહનની ૧૫ ફુટ આગળ અને પાછળ આડશ રાખવી દેવી જોઈએ અને રિફ્લેક્ટર્સવાળું વાહન રાખવું જોઈએ.જેથી રાત્રીના સમયે ગમખ્વાર અકસ્માતો સર્જાય છે તેને અટકાવી શકાશે વાહનચાલકોમાં આ મુદ્દે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી અને લોકોએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application