જ્યારે પણ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ રસ્તાઓ પર વાહન ચલાવો છો, ત્યારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. પહેલો નિયમ એ છે કે કારમાં બેસતી વખતે સુરક્ષા માટે સીટ બેલ્ટ પહેરો અને રસ્તા પર ચાલતી વખતે અન્યની સુરક્ષા માટે ટ્રાફિક લાઇટના નિયમોનું પાલન કરો. પરંતુ શું જાણો છો કે ટ્રાફિક લાઇટની શોધ કોણે કરી હતી?
ટ્રાફિક લાઇટની શરૂઆત
ટ્રાફિક લાઇટની જરૂરિયાત ક્યારે અને કયા સમયે પડી? 1868ના સમયે લંડનમાં ઘોડાગાડીઓ દોડતી હતી. આ દરમિયાન રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન સૌથી વધુ ભીડ પાર્લામેન્ટ સ્ક્વેર પર હતી. જેના કારણે અવારનવાર ત્યાં ઘોડાઓની ટક્કરથી અવારનવાર કોઈને ઈજા થતી હતી. આ દરમિયાન ટ્રાફિકને નિયંત્રિત કરી શકે તેટલા પોલીસકર્મીઓ ન હતા. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ટ્રાફિક સિગ્નલ લગાવવાનો વિચાર આવ્યો.
ત્યારબાદ 10 ડિસેમ્બર 1868 ના રોજ, લંડનમાં સંસદ સ્ક્વેર પર પ્રથમ વખત ટ્રાફિક સિગ્નલ સ્થાપિત કરવામાં આવ્યું. પણ આ સિગ્નલ આજના સિગ્નલથી ઘણું અલગ હતું. તે સમયના ટ્રાફિક સિગ્નલોને રેલ્વે સિગ્નલ સિસ્ટમ દ્વારા મેન્યુઅલી ચલાવવા પડતા હતા. જેના માટે થાંભલા જેવી પાઇપમાં લાલ અને લીલી એમ બે પ્રકારની લાઇટ લગાવવામાં આવી હતી. આ લાઈટ ગેસ પર ચાલતી હતી. એક પોલીસકર્મી તેમાં પાઇપ વડે ગેસ ભરતો હતો અને પછી તેને ઓપરેટ કરતો હતો. ગેસથી ચાલતી આ ટ્રાફિક લાઇટ પણ ખૂબ જોખમી હતી અને એકવાર એ ટ્રાફિક લાઈટમાં વિસ્ફોટ થયો અને એક ઓપરેટર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ 50 વર્ષ માટે ટ્રાફિક સિગ્નલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
એ પછી વર્ષ 1929 માં બ્રિટનમાં ફરીથી ટ્રાફિક સિગ્નલ શરૂ થયા. પરંતુ આ પહેલા વર્ષ 1921માં અમેરિકાના ડેટ્રોઈટમાં પોલીસ ઓફિસર વિલિયમ પોટે ત્રણ સેક્શનવાળા ટ્રાફિક સિગ્નલની શરૂઆત કરી હતી. વર્ષ 1923 માં, આફ્રિકન-અમેરિકન વૈજ્ઞાનિક ગેરેટ મોર્ગને ઇલેક્ટ્રિક ટ્રાફિક સિગ્નલની શોધ કરી હતી. આ પછી તેણે જનરલ ઇલેક્ટ્રિકને તેની શોધ $40,000માં વેચી દીધી. પછી થયું એવું કે ધીમે ધીમે વિશ્વના અન્ય દેશોમાં ટ્રાફિક સિગ્નલ લગાવવાનું શરૂ થઈ ગયું.
શરૂઆતમાં ટ્રાફિક સિગ્નલ પર પીળી લાઇટ નહોતી. એ સિગ્નલોમાં માત્ર લાલ અને લીલી લાઈટો હતી. જ્યારે વિલિયમ પોટ દ્વારા 1921માં ત્રણ રંગનું સિગ્નલ રજુ કરવામાં આવ્યું. ત્યારે તેણે તેમાં પીળો રંગ ઉમેર્યો. જે એક રીતે ચેતવણીનું સૂચક હતું. જેના કારણે ડ્રાઈવર વાહન સ્ટાર્ટ કરીને તૈયાર થઈ જતો હતો.
ઓટોમેટીક વાહનો સિગ્નલ ઓળખી શકશે?
ટેક્નોલોજીના વિકાસ સાથે ડ્રાઇવર વિનાના વાહનો હવે જોવા મળે છે. પરંતુ પ્રશ્ન એ છે કે જે રીતે વ્યક્તિ આજુબાજુના ટ્રાફિક કે અન્ય કારણોથી વાહનો રોકે છે અને કોઈને ઈમરજન્સીમાં મદદ કરે છે. એ રીતે ડ્રાઈવર વિનાના ઓટોમેટીક વાહનો આ કરી શકશે? નિષ્ણાતોના મતે ડ્રાઈવર વિનાના વાહનો તેના સોફ્ટવેર અને સિસ્ટમ પર ચાલશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech