ઓવરબ્રિઝના કોન્ટ્રાક્ટર સહિતની ટીમને સાથ રાખીને સ્થળ પર ટ્રાફિક હળવો કરવા સમીક્ષા કરાઇ
જામનગરના સાત રસ્તા સર્કલમાં ફ્લાય ઓવરનું કામ ચાલી રહ્યું છે, ત્યારે પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જેનું નિરાકરણ લાવવાના ભાગરૂપે શહેરની ટ્રાફિક શાખા તથા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર મુલાકાત લઈ મંથન કરવામાં આવ્યું હતું, અને ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરની ટિમ ને સાથે રાખીને ટ્રાફિક સમસ્યા હળવી કરવા બાબતે નવો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો.
જામનગરની ટ્રાફિક શાખાના પી.આઇ. એમ. બી. ગજ્જર, જામનગર મહાનગરપાલિકાના ઇજનેર આર.બી. જાની તથા ટ્રાફિક શાખાની ટીમ વગેરે સાત રસ્તા સર્કલ પર પહોંચ્યા હતા, તેમજ ઓવરબ્રિજના કામના કોન્ટ્રાક્ટરને પણ સ્થળ પર હાજર રખાવીને બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન ટ્રાફિક હળવો કરી શકાય તે સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી હતી.
ખાસ કરીને બપોર દરમિયાન દરરોજ ટ્રાફિક જામ સર્જાતો હોવાથી તેનું નિરાકરણ લવાય તે દિશામાં યોગ્ય પગલાં ભરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક શાખા ની ટીમ તથા ટી આર બીના જવાનોને વધુ માત્રામાં સાત રસ્તા સર્કલ મા મુકવામાં આવ્યા છે, અને વાહન વ્યવહાર સરળતાથી અવિરત ચાલુ રહે, તે અંગેના જરૂરી સુચનો કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech