શહેરના જામનગર રોડ સાંઢીયો પુલ તોડી નવો પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેને લઇ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જે માટે પોલીસ કમિશનર દ્રારા ખાસ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ભોમેશ્વરવાડી અને ભોમેશ્વર પ્લોટ વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્ટ કરાયો હોય પરંતુ તેમાં નાના વાહનોના બદલે રીક્ષા, કાર, અને ટેન્કર સહિતના ભારે વાહનો બેરોકટોકપણે પસાર થતા હોય અહીં ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી હોવાથી લતાવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ બાબતે જાહેરનામાની કડક અમલવારી કરાવવામાં આવે તેવી માંગણી સાથે લત્તાવાસીઓએ પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરી છે.
લત્તાવાસીઓએ પોલીસ કમિશનર સમક્ષ કરેલી રજુઆતમાં જણાવ્યા મુજબ, સાંઢીયો પુલ તોડી ત્યાં નવો પુલ બનાવવાની કામગીરી ચાલી રહી હોય જેથી ટ્રાફિક ભોમેશ્વરવાડી અને ભોમેશ્વર પ્લોટમાં ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જે અંગે પોલીસ કમિશનર દ્રારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આ રસ્તો ફકત મોટરસાયકલ ચાલકો માટે જ ઉપયોગ થાય તેવું જણાવ્યું છે. તેમછતાં અહીંથી રીક્ષા, મોટરકાર, ટ્રક સહિતના વાહનો દિવસ રાત પસાર થતા રહે છે. જેના લીધે લતાવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રિના સમયે પણ અહીં પેટ્રોલ–ડીઝલ તથા કેમિકલના ટેન્કરો પસાર થાય છે. જેના લીધે શેરીમાં રમતા બાળકો પર જીવલેણ અકસ્માતનો ખતરો મંડરાઇ રહ્યો છે.
રીક્ષા, કાર,અને ટ્રક,ટેન્કર સહિતના ભારે વાહનો અહીંથી પસાર થવાના લીધે વિસ્તારમાં રહેતા લોકો ભારે અગવડતા અનુભવી રહ્યા છે. આખો દિવસ અહીં ટ્રાફિકજામ જેવી સ્થિતિ રહે છે. આ વાહનચાલકોને લતાવાસીઓ જાહેરનામાનું જણાવી અહીંથી પસાર ન થવા માટે સમજાવતા તેઓને કાયદાનો કોઈ ડર ન હોય તેમ લતાવાસીઓ સાથે ઝઘડા કરી અકસ્માત કરીને ટાંટિયા ભાંગી નાખીશું તેવી ધમકીઓ આપે છે. રાત્રિના સમયે પણ અહીંથી ભારે વાહનો પસાર થતા હોય જેના લીધે વીજ વાયરો તૂટી જવાની પણ ઘટના બની છે અને વીજ વાયર તૂટી જવાથી કલાકો સુધી આ વિસ્તારમાં લાઈટ ગુલ રહે છે. પુલની આ કામગીરીના લીધે રસ્તો અહીં ડાયવર્ટ કરાતા જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરી ભારે વાહનો અહીંથી પસાર થતા હોય છેલ્લા ઘણા દિવસોથી અહીંના લતાવાસીઓ ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. હજુ પુલના નિર્માણમાં મહિનાઓ લાગી જવાના હોય ત્યારે આગામી દિવસોમાં વધુ વિકટ સ્થિતિ બને તેવી સંભાવના હોય જેથી કરીને જાહેરનામાની કડક અમલવારી થાય અને અહીં ભારે વાહનોના પ્રવેશ પર રોક લગાવવામાં આવે અને તેના માટે પોલીસ અહીં ચેકિંગ કરે તેમજ ટ્રાફિક નિયંત્રણ કરાવે તેમજ રસ્તો વન વે કરે તેવી લત્તાવાસીઓએ પત્ર લખી પોલીસ કમિશનર સમક્ષ લેખિતમાં માંગણી કરી છે
ફાટક બધં થયા બાદ કલાક સુધી ભારે ટ્રાફિકજામ
ભોમેશ્વર પ્લોટ અને ભોમેશ્વરવાડી વિસ્તારમાં રહેતા લત્તાવાસીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં રેલવેનું ફાટક આવતું હોય દિવસ દરમિયાન ૧૨ ટ્રેન પસાર થાય છે.અહીં ટ્રેન પસાર થયા બાદ કલાકો સુધી ભારે ટ્રાફિકજામ સર્જાય છે. વાહન ચાલકો સતત હોર્ન વગાડતા હોય છે જેથી અહીં રહેતા લત્તાવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech