રાજકોટ જિલ્લા કલેકટર કમ રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષી દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે કરવામાં આવી રહેલા પ્રયાસો અને નવતર પહેલને શહેર તેમજ જિલ્લાના વેપારીઓએ વધાવી લીધી છે અને મતદાન કરીને આવનાર ગ્રાહકને વળતર આપવાની જાહેરાત કરી છે.
વિશેષમાં જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, કલેકટરની અપીલને માન આપીને ગોંડલ ખાદી ગ્રામોદ્યોગ સંચાલિત ઉદ્યોગ ભારતીએ 7 ટકા વળતરની જાહેરાત કરી છે. ધોરાજી ખાતે જનઔષધિ કેન્દ્ર ખાતે 7 ટકા વળતર, ધોરાજી ખાતે પેટ્રોલ પંપ પર ઓઈલની ખરીદીમાં 50 ટકા સુધીનું વળતર, ઉપલેટા ખાતે વેપારીઓ દ્વારા વળતર આપવાની જાહેરાત કરી છે. સાથોસાથ રાજકોટના ભાભા હોટેલ, અડિંગો રેસ્ટોરન્ટ, ફર્ન દ્વારા 7 થી 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.
આ ઉપરાંત કેટલાક બ્યુટી પાર્લર, કરિયાણા શોપ દ્વારા પણ મતદાન કરનાર મતદાતાઓને છૂટ આપવાની પહેલ દશર્વિી લોકશાહીને મજબૂત બનાવવા મતદાતાઓ આગળ આવે તે માટે આગળ આવ્યા છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાએ વિવિધ એસોસિએશન સાથે બેઠકો કરી મતદાતાઓને પ્રોત્સાહન આપવા માટે શક્ય તેટલા લોકો આ પ્રકારે વળતર આપે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.લોકશાહીનો અવસર ખરેખર મહાઉત્સવ બનવા જઇ રહ્યો હોય તેમ અનેક સંસ્થાઓ દુકાનદારો અને રેસ્ટોરાં મતદાતાઓને ખાસ ડિસ્કાઉન્ટ આપવા લોકોને મતદાન માટે પ્રેરણા પુરી પાડી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech