ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રહેતા વેપારીની કાર સાથે બાઈક અથડાતા જેની દાજ રાખી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગાડી રીપેરીંગમાં બહાને ગાડી ઉભી રાખવી તેમાં બેસી જઈ અને ભાદ્રોળ રોડ પર છરી બતાવી ઇજા પહોંચાડતા હોસ્પિટલ ખસેડાયા હતા. વેપારીએ મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે મહુવા પોલીસ મથક ખાતેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહુવા પોલીસ મથક ખાતે મહમદરજા મોહસીનહુસેન મર્ચન્ટ (ઉવ.૩૭ ઘંઘો.વેપાર રહે.૪૩ નજફ સોસા. મહેદીબાગ પાસે બસ સ્ટેશન સામે મહુવા)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, પોતે પોલ્ટ્રી ફાર્મના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે તેઓ અને તેમના પિતાજી મોહસીનભાઈ બન્ને ઉમણીયાવદર ખાતેના પોલ્ટ્રીફાર્મ પરથી પોતાની કાર નં.જીજે ૦૪ સીએ ૧૩૩૯ લઇને ઘર તરફ જતા હતા. ત્યારે હનુમંત સ્કુલ પાસે ફોરવ્હીલ કાર ગાડી ઘીમી કરતા પાછળ એક મોટર સાઇકલ ચાલક સામાન્ય ભટકાયેલ હતા. ત્યાં કોઈને ઇજા ન હોય સામાન્ય એકસીડન્ટ હોય અને ફોરવ્હીલ ગાડી લઈને ફાતેમા સોસા. ખાતે પહોચતા જેની સાથે એકસીડન્ટ થયેલ તે અબ્દુલકાદર ઉર્ફે પદોઅમરભાઇ (રહે.ખાટકીવાડ) મો.સા. ચલાવતા હતા. અને તેની પાછળ જાવેદભાઈ હુસેનભાઈ પાફાઇ (રહે. ખાટકીવાડ) નાઓએ રોકેલ અને ફરિયાદી સાથે ગાળાગાળી બોલાચાલી કરવા લાગેલ હતા. જેથી તેની મો.સા. રીપેરીંગ કરી દેવાનું કહેતા તેમાંથી અબ્દુલકાદર ફોરવ્હીલ ગાડીમાં બેસી ગયેલ અને જાવેદ તેની મો.સા. ચલાવી ગેરેજ ખાતે ગયા હતા. અને ત્યાં રીપેરીંગ કરાવતા હતા ત્યારે ત્યાં સમીર ઉર્ફે કમો અલારખભાઈ કાદરી (રહે.ખાટકીવાડ) આવી કહેલ કે અહીં ગાડી રીપેરીંગ નથી કરાવવી એમ કહી સમીર ઉર્ફે કમો મો.સા. લઇને આગળ જતો હતો. અને અબ્દુલકાદર અને જાવેદભાઇ પાફાઇ ગાડીમાં પાછળ બેસી ગયા હતા. અને પિતા-પુત્રને મેઘરાજ સીનેમા નેસવડ ચોકડી અને ઉમણીયાવદર તરફ લઇ કાર ચલાવવાનું કહ્યું હતું. અને પછી અબ્દુલકાદરે ભાદરોડ ગામ બાજુ અમારી ફોર વ્હીલ લઇ લેવા કહેતા ફરિયાદી આગળ ગાડી લેવાની ના પાડતા અબ્દુલકાદરે તેની કમરમાંથી છરી કાઢી અને ગળા ઉપર છરી મુકી કહેલ કે કહેવા પ્રમાણે ગાડી નહી ચલાવી તો જાનથી મારી નાખીશ તેમ કહેતા ડરી જતા છરી આડે હાથ કરતા આગળીઓમાં લોહી નીકળવા લગતા ઇજા પહોંચી હતી. અને સ્ટેરીંગ ઉપર કાબુ ન રહેતા પેટ્રોલપંપ બાજુ ગાડી વાળતા ત્યાં ઉભેલ એક ટ્રાવેલ્સ પાછળ કાર અથડાઈ હતી. ત્યારે આ બન્ને શખ્સો અબ્દુલકાદર અને જાવેદ પફાઈ બન્ને નાસી છૂટ્યા હતા. અને ત્યાં ઉભેલા લોકોએ ઈજાગ્રસ્તને સદભાવના હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અને ત્યાં સારવાર મળે તેમ ન હોય વધુ સારવાર અર્થે હનુમંત હોસ્પીટલમાં સારવારમાં લઈ જવામાં આવતા હતા. બનાવ મામલે અબ્દુલકાદર અને જાવેદ પાફાઇ અમારી ગાડીમાં બેસી નવનાળાના પુલથી ભાદરોડ લઇ જવાનું કહી અબ્દુલકાદરે મારા ગળે છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી છરી વડે ઇજા કરી ઉશ્કેરાય જઇ સ્ટેરીંગ ઉપર કાબુ ન રહેતા કોઇ ટ્રાવેલ્સ સાથે અથડાવી ઈજા કરી જાનથી મારી નાખવાની ઘમકી આપી નાસી છૂટ્યા અંગે મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે મહુવા પોલીસે આઈપીસી કલમ ૨૭૮,૩૩૭,૩૩૮ અને મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાએ ઇમિગ્રન્ટ્સ માટે ચેતવણી જારી કરી, વિઝા હોવા છતાં આ બધા લોકો થશે ડિપોર્ટ
March 20, 2025 11:37 PMગીર સોમનાથમાં મોટી દુર્ઘટના: માઢવાડ બંદરે દરિયામાં ન્હાવા ગયેલા બે યુવાનો ડૂબ્યા
March 20, 2025 11:35 PMકચ્છમાં અચાનક વાતાવરણ પલટાયું, ભુજ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
March 20, 2025 09:06 PMગુજરાત સરકારનો આરોગ્ય ક્ષેત્રે મહત્વનો નિર્ણય, નવા 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી
March 20, 2025 09:04 PMIPL 2025 પહેલા મોટા સમાચાર: શેડ્યૂલમાં થયો મોટો ફેરફાર...જાણો વધુ વિગત
March 20, 2025 09:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech