કાલે રાષ્ટ્ર્રીય કિશાન દિવસની ઉજવણીનાં દિવસે ભારતીય કિસાન સઘં (સીઆઇએફએ) અને ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી ચોટીલામાં અતિવૃષ્ટ્રિની સહાયમાં અન્યાય સહિતનાં ખેડૂતલક્ષી માગણીઓ ટ્રેકટર રેલી પ્રદર્શન યોજી આવેદન પાઠવી કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ઠંડીના દિવસોમાં ગરમાવો આવી ગયો હતો.
ચોટીલા આણંદપુર રોડ દુધની ડેરીથી જુના બસસ્ટેન્ડ તરફથી મામલતદાર કચેરી સુધીનાં ટ ઉપર ટ્રેકટર અને બાઇક રેલી યોજવામાં આવેલ. જેમા આ વિસ્તારના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઇને માઇક ઉપર જાહેરમાં છણાવટ કરતા આગેવાનો મામલતદારને આવેદનપત્ર પાઠવવા પહોચ્યાં હતા.આવેદનપત્રમાં ૨૦૨૪માં થયેલ અતિવૃષ્ટ્રીના કારણે પાક નુકસાનીનું વળતર તાત્કાલીક ચુકવવા અને ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ અંગે રજૂઆત કરી હતી જેમાં વર્ષ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટ્રના કારણે તમામ ખેડૂતોના પાકનું નુકશાન થયેલ હોય અને સરકાર માત્ર જાહેરાત કરી પરતું ખરેખર જયા પાક નુકશાની થયેલ હોય તેવા ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવામાં આવેલ નથી તો જીલ્લ ાની અંદર અતિવૃષ્ટ્રીના કારણે થયેલ પાક નુકશાનીનું વળતર ચુકવવામાં આવે અને ગુજરાતના ખેડૂતોના અનેક વર્ષેાથી પડતર પ્રશ્નો છે સરકાર માત્ર વાયદા આપે છે પણ ખેડૂતોને સહકાર કે પડતર પ્રશ્નોનું નિરાકરણ કરેલ નથી જેથી કરીને ગુજરાતના ખેડૂતો વધારે દેવાદાર બનતા જાય છે તેમ જણાવી રાયનાં ખેડૂતોના તમામ પડતર પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લાવવા સરકાર સમક્ષ મુદ્દાસર માંગણીઓ મુકી હતી.જેમા ચોટીલા તાલુકામાં ૧૨૦% જેટલો વરસાદ વરસ્યો હતો, અતિવૃષ્ટ્રિના કારણે નુકસાન ગયેલા ખેડૂતોને વળતર ચૂકવવામાં અન્યાય થયાનું જણાવી દરેક પ્રકારના ખેત ઓજારોમાથી જી.એસ.ટી.નાબુદ કરાય, મનરેગા ને ખેડૂતલક્ષી દરેક યોજના સાથે જોડવામાં આવે, દરેક પ્રકારના ખેત ઉત્પાદનમાં ફરજીયાત એમ.એસ.પી.લાગુ કરાય, દરેક ખેત ઉત્પાદનને વિદેશ વ્યાપાર નિતી અર્થે નિકાસ બંધી હટાવવામાં આવે, દરેક ખેત પેદાશને ૧૦૦% વિમો આપવામાં આવે, શેરડી નું ઉત્પાદન કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવે, દરેક ખેડૂતનું ૧૦૦% દેવુ માફ કરવામાં આવે, હાઈબ્રીડ બીયારણ તથા દવાઓમાં ડુપ્લીકેટ અટકાવો અને સંશોધીત બીયારણો આપવા, ખેડૂતો અને ખેતીને જંગલી પ્રાણી રોજ, ભુંડ, નીલગાય, વગેરેથી બચાવવા નક્કર આયોજન, તમામ ખેત ઓજારમાં ફરજીયાત એમ. આર. પી. લાગુ કરવામાં આવે, ખેતી માટે પુરતી અને સસ્તી વિજળી (લાઈટ)રાત્રીને બદલે દિવશે આપવા, પુરતા પ્રમાણમાં પીયત માટે પાણી આપવા, અકસ્માત ટાણે ખેડૂતોને ફરજીયાત રપ લાખ નું વળતર આપવા સહિતનાં મુદ્દાઓની રજૂઆત કરી સરકાર સમક્ષ માગણી કરાયેલ છે.રાયના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઇ અને લેખિતમાં મામલતદાર ને આવેદનપત્ર આપવામાં તાલુકાના ખેડૂતો આ રાષ્ટ્ર્રીય કિસાન દિવસની ઉજવણીના ભાગપે આવેલ જેમ પંથકનાં ઉગતા યુવા ખેડૂત આગેવાનો રેલીમાં જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech