મોરબીમાં ભારે વરસાદના કારણે 17 મજુરોને લઇ જતું ટ્રેક્ટર તણાયું, 9નું રેસ્ક્યુ, 8 લાપત્તા

  • August 26, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, મોરબીમાં એક ટ્રેક્ટર કૉઝવેમાં તણાયુ હોવાની ઘટના સામે આવી છે, માહિતી પ્રમાણે આ ટ્રેક્ટરમાં 17 લોકો સવાર હતા અને 17 લોકોને લઇને જઇ રહેલું ટ્રેક્ટર અચાનક કૉઝવેમાં તણાઇ ગયુ હતુ, જોકે, શોધખોળ બાદ 9  લોકોનો બચાવ થયો હતો જ્યારે 8  લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.  



પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને લઇને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ગઇકાલે મોરબીના ઢવાણા નજીક એક કૉઝવેમાં 17 મુસાફરોને લઇને જઇ રહેલું એક ટ્રેક્ટર અચાનક કૉઝવેના પાણીમાં ફસાઇ ગયુ હતુ, પાણીનો વેગ વધતા ટ્રેક્ટર તણાયુ હતુ,  લોકોએ NDRF અને SDRFની ટીમો બોલાવી હતી, બન્ને ટીમોએ આખી રાત આ 17 લોકોની શોધખોળ કરી હતી જોકે આ ઘટનામાં 9  લોકોને સહીસલામત રીતે બચાવ થયો હતો અને 7 લોકો હજુ પણ લાપતા છે.


ઘટના અંગે કલેકટર કે.બી. ઝવેરી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, ઢવાણા ગામ પાસે નદીના પાણીમાં જે ટ્રેક્ટર તણાયું હતુ, તેમાં કુલ ૧૭ વ્યક્તિઓ બેઠેલા હતા. જે પૈકીના 4 વ્યક્તિઓને જે તે સમયે જ બચાવીને બહાર કાઢી લેવામાં આવ્યા હતા, અને એક મહિલા સહિત બે વ્યક્તિ પાણીમાં તણાયેલા હતા, જેને રેસ્ક્યૂ કરીને બચાવ્યા છે અને કેટલાક લોકો નદીના બીજા છેડે બહાર જાતે આવી ગયા હતા, આ ઘટનામાં કુલ 9 લોકોને બચાવી લેવામા આવ્યા છે. જે લાપતા છે તેને શોધવા માટેની કામગીરી રાતે પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા ચાલુ રાખવામાં આવેલી છે.


આટલા લોકો હજુ પણ લાપત્તા


  1. અશ્વિનભાઈ રાઠોડ
  2. આશિષ સુરેશભાઈ બારોટ
  3. રાજુ બેન ગણપતભાઈ બારોટ  
  4. વિજય સુરેશભાઈ બારોટ
  5. જીનલ મહેશભાઈ બારોટ
  6. ગીતાબેન સુરેશભાઈ બારોટ
  7. જાનકીબેન પ્રવીણભાઈ મકવાણા
  8. રામદેવભાઈ પ્રવીણભાઈ મકવાણા 


આટલા લોકોને બચાવી લેવાયા


  1. પાંચાભાઇ ભરવાડ ડ્રાઇવર
  2. ચમનભાઈ જાદવ
  3. લલીતભાઈ જાદવ
  4. મનોજભાઈ સોલંકી
  5. રાહુલ ગણપત બારોટ
  6. કિશન ગણપત બારોટ
  7. મનિષાબેન સુરેશભાઈ બારોટ
  8. મનસુખભાઈ જેઠાભાઈ
  9. લાલાભાઇ ભગાભાઈ સાકરીયા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application