જૂનાગઢમાં નાતાલની રજાઓમાં ગિરનાર સહિતના સ્થળોએ પ્રવાસીઓનો જમાવડો

  • December 26, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢમાં નાતાલની રજા નિમિત્તે ગિરનાર પર્વત, રોપવે સકરબાગ, ઉપરકોટ સહિતના સ્થળોએ હજારો પ્રવાસીઓ ઉમટી પ્રવાસન સ્થળોએ ભીડ જોવા મળી હતી.પ્રવાસન ધામ જુનાગઢમાં નાતાલની રજા નિમિત્તે પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો શહેરના સકરબાગ ઝૂ, રોપવે, ઉપરકોટ અને ગિરનાર પર્વત સહિતનાપ્રવાસન સ્થળોએ હજારો પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગિરનાર ઉપર હજારો લોકો ના આગમનથી મંદિર પાસે ખીચો ખીચ સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી આ ઉપરાંત પગથિયાં ચડી આવતા પ્રવાસીઓ ને લઈ પગથિયા પર પણ નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝનો ચડતા જોવા મળ્યા હતા. બે દિવસથી ગિરનાર પર્વત પર હજારો પ્રવાસીઓના આગમનથી ની સીડીઓ અને અપર સ્ટેશન પાસે ચિક્કાર માનવ મેદની જોવા મળી હતી.


 બે દિવસ દરમિયાન ગિરનાર પર્વત પર ૧૦,૦૦૦એ વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. હજુ આજે દત જયંતિ હોવાથી ગિરનાર પર્વત અને દત્તાત્રેય પર દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.નાતાલ નિમિત્તે શહેરમાં આવેલ પ્રાચીન સમયના સકરબાગમાં પણ પ્રવાસીઓનો ઘસારો રહ્યો હતો રવિ અને સોમવાર બે દિવસ દરમિયાન સકરબાગમાં ૧૯,૨૫૭ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. સકરબાગમાં આવેલ વિવિધ પશુઓ પક્ષીઓની પ્રજાતિ નિહાળી લોકો આનંદિત થયા હતા. પ્રવાસીઓ ઉપરાંત રજાના દિવસો હોવાથી મોટી સંખ્યામાં શાળાના બાળકો પણ પ્રવાસ લઈ સકરબાગ નિહાળવા પહોંચ્યા હતા. સક્કરબાગ ઝૂ ના આરએફઓ નીરવભાઈ મકવાણાના જણાવ્યા મુજબ હજુ એક સપ્તાહ સુધી પ્રવાસીઓનો ઘસારો રહેશે તેમ જ ડિસેમ્બર મહિનામાં મોટી સંખ્યામાં શાળાના બાળકો પ્રવાસે આવતા હોય છે જેથી પ્રવાસીઓની સંખ્યામાં હજુ પણ વધારો થશે. સકરબાગ ઉપરાંત ઉપરકોટ નિહાળવા પણ હજારો લોકો ઉમટી પડ્યા હતા. ઉપરકોટમાં પ્રવેશ માટે લોકોએ કતારો લગાવી હતી. ટિકિટ લેવા લોકોની લાંબી લાઈનો લાગી હતી. હજુ પણ એક જાન્યુઆરી સુધી જૂનાગઢના પ્રવાસન સ્થળોએ માનવ મેદની ઉમટી પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application