વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ઉષા બ્રેકો કંપની સંચાલિત ગિરનાર રોપવે પ્રોજેકટને પ્રારભં થયાના આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે.૨૪ ઓકટોબર ૨૦૨૦ મા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે જૂનાગઢ પીટીએસ ગ્રાઉન્ડ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી અને પૂર્વ પ્રવાસનમંત્રી જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ગિરનાર રોપવેનું આંગળીના ટેરવે ઈલોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉષા બ્રેકો કંપની સંચાલિત ગિરનાર રોપવે ૧૩૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. ૩૫૦૦ ફટની ઐંચાઈ પર આવેલ અંબાજી મંદિરે અહીં પવનની ગતિ મધ્યમ થી વધુ રહે છે જેથી પવનની વધુ તીવ્રતાનો સામનો કરવા રોપવેની ડિઝાઇન એરોડાયનેમિક બનાવાઇ છે. રોપવે માટે ૯ ટાવર લગાવાયા છે. એમાંથી ૬ નંબરનો ટાવર સૌથી ઐંચો છે.દરેક ટાવર વચ્ચે એમની ઐંચાઇ ૮ માળ જેટલી રખાઈ છે.ગિરનાર રોપવેમાં વાપરવામાં આવેલી રોપ જર્મનીથી મગાવી છે. આ રોપવેમાં પ્રતિ કલાક ૮૦૦ લોકો મુસાફરી કરી શકે છે. ૨.૩કિલોમીટરના ટમાં ૯ ટાવર લગાવવામાં આવ્યા છે. ૧ ટાવરની લંબાઈ ૬૬ ફટ રાખવામાં આવી છે. રોપવે માં પ્રવાસીઓને બેસી લઈ જવા અધ્યતન ટ્રોલી બનાવવામાં આવી છે જેમાં૮ મુસાફરો બેસી શકે છે. માત્ર ૭ મિનિટમાં જ લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન સુધી લાવવામાં આવે છે. ઉષા બ્રેકો કંપની લિમિટેડ દીપકભાઈ કપલીસના માર્ગદર્શન હેઠળ મેનેજર ફુલબીર સિંઘ દ્રારા હાલ જુનાગઢ રોપવેની વ્યવસ્થા સંભાળી રહ્યા છે. રોપવે કંપની દ્રારા પ્રવાસીઓને સરળતાથી ટિકિટ મળી રહે તે માટે ઓનલાઇન ટિકિટ બુકિંગની પણ સુવિધા આપવામાં આવી છે . આ ઉપરાંત રોપવે સાઈડ પર બાળકો આનદં માણી શકે તે માટે કાર્ટુન કેરેકટરો પણ રાખવામાં આવ્યા છે અને પ્રવાસીઓને ભોજન ની સુવિધા મળી રહે તે માટે વિશાળ કાફેટારીયા પણ રાખવામાં આવ્યું છે. સેલ્ફી ઝોન દ્રારા લોકો રોપવેની કાયમ સંભારણા રાખી શકે છે. પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે તે માટે ચુસ્ત સિકયુરિટી કર્મીઓ દ્રારા તકેદારી રાખવામાં આવી રહી છે. આગામી દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ રોપવેની સફરનો લાભ લેવા ઉમટી પડશે . હાલ દિવાળીને લઈ પણ એડવાન્સ બુકિંગ થઈ રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થયાના આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે એક વર્ષમાં ૬.૫૦ લાખ અને ચાર વર્ષ દરમિયાન ૨૯ લાખ પ્રવાસીઓએ રોપવેના માધ્યમથી ગિરનાર જંગલ આસપાસના પ્રાકૃતિક સાૈંદર્યનો નજારો અને માં અંબાજીના દર્શનનો લાભ લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech