મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની સરકારી હોસ્પિટલો ખાતે ૨૬૧ આઇ.સી.ટી.સી. સેન્ટરો અને ૨૪૦૦ સ્ક્રિનીંગ સેન્ટરો તથા ૩ મોબાઇલ વાનમાં એચઆઇવી તપાસની મફત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
રાજ્યની સરકારી હોસ્પિટલો ખાતે ૬૦ સેન્ટરોમાં જાતીય રોગની તપાસ અને સારવારની સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ૪૮ એ.આર.ટી. સેન્ટરો અને ૫૯ લીંક એ.આર.ટી. સેન્ટરો ખાતે એચઆઈવી પોઝિટિવ લોકોને મફત દવા આપવામાં આવે છે. નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ અંતગર્ત દરેક સરકારી હોસ્પિટલોમાં એચઆઇવીની તપાસ અને સારવારની મફત સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે અને આ કાર્યક્રમ હેઠળ વ્યક્તિની તપાસ અને સારવારની માહિતી તદ્દન ગોપનીય રાખવામાં આવે છે.
આજના આધુનિક યુગમાં એચઆઇવી ક્રોનિક મેનેજેબલ ડિસિઝ એટલે કે નિયમિત દવા લેવાથી નિયંત્રણમાં રાખી શકાય તેવો રોગ છે. દરેક એચઆઇવી પોઝિટિવ વ્યક્તિ નિયમિત દવા લઇને અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીને કુદરતી આયુષ્ય મુજબનું જીવન જીવી શકે છે. ૧૫ થી ૪૯ વર્ષના વ્યક્તિઓમાં ભારતનો એચઆઇવી એડલ્ટ પ્રિવેલન્સ રેટ ૦.૨૦ ટકા તથા ગુજરાતનો ૦.૧૯ ટકા છે.
“ધી એચ.આઇ.વી.-એઇડ્સ (પ્રિવેન્સન એન્ડ કંટ્રોલ) એક્ટ ૨૦૧૭”નું અમલીકરણ કરી દેવામાં આવ્યું છે અને રાજ્યના આરોગ્ય ખાતાના છ રીજનલ ડેપ્યુટી ડાયરેક્ટરઓની ઓમ્બુડસમેન્ટ તરીકે નિમણુંક પણ કરવામાં આવી છે. આ અધિકારીઓ દ્વારા એચઆઇવી પોઝિટિવ લોકો અને તેમના પરિવારના સભ્યો પ્રત્યે થયેલા કલંક અને ભેદભાવોની ફરીયાદોનું સુખદ નિવારણ કરવામાં આવે છે.
એચઆઇવીને નાબુદ કરવો એ દરેક નાગરિકની સહિયારી જવાબદારી છે તે સુત્રને અપનાવીને દરેક સરકારી-અર્ધ સરકારી વિભાગો, ખાનગી કંપનીઓ, એન.જી.ઓ., સરકારી અને ખાનગી હોસ્પિટલો, શાળાઓ અને કોલેજો દ્વારા સ્થાનિક કક્ષાએ કાર્યક્રમો રાખીને સમગ્ર ડિસેમ્બર મહિના દરમિયાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. વધુમાં વહીવટી તંત્ર દ્વારા ‘HIV સાથે જીવતા લોકોના માનવ અધિકારોના સંરક્ષણ થકી કલંક અને ભેદભાવ મુક્ત સમાજ બનાવીએ’ તથા એચઆઇવી અને એઇડ્સ ને નિયંત્રણમાં રાખવો એ દરેક વ્યક્તિની સહિયારી જવાબદારી છે’ જેવા વિવિધ સૂત્રો દ્વારા લોકોમાં એઇડ્સ વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે, તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણની યાદીમાં જણાવ્યું છે.
HIVનો પ્રથમ કેસ ચેન્નાઇ-સુરત ખાતે નોંધાયો હતો.
વિશ્વમાં એચઆઇવીનો પ્રથમ કેસ વર્ષ ૧૯૮૧માં અમેરિકાના કેલિફોર્નિયામાં દેખાયો હતો. એચઆઇવીનો પ્રથમ કેસ વર્ષ ૧૯૮૬માં ભારતના ચેન્નાઇ તેમજ ગુજરાતના સુરત ખાતે નોંધાયો હતો. વર્ષ ૧૯૮૭માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એચઆઈવી એઇડ્સ પર વૈશ્વિક સ્તરનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. વિશ્વમાં અંદાજિત ૩.૯૯ કરોડ, ભારતમાં અંદાજિત ૨૫.૪૪ લાખ તથા ગુજરાતમાં અંદાજિત ૧.૨૦ લાખ લોકો એચઆઇવીના સંક્રમણ સાથે જીવન જીવી રહ્યા છે.
એઇડ્સનું સંક્રમણ થવાના મુખ્ય કારણો
- અસુરક્ષિત યૌન સંબંધ (નિરોધ વિના જાતીય સંબંધ),
- તપાસ કરવામાં આવ્યું ન હોય તેવું અસુરક્ષિત રક્ત ચડાવવાથી,
- અસુરક્ષિત સોય-સીરીંજનો ઉપયોગ કરવાથી તથા એચઆઇવી સંક્રમિત સગર્ભા માતા દ્વારા તેના આવનાર બાળક.
આ કારણોથી એચઆઇવી ફેલાતો કે ચેપ લાગી શકતો નથી
- એચઆઇવી એઇડ્સ એક જ કાર્યસ્થળો પર સાથે કાર્ય કરવાથી
- એક જ સ્વિમીંગ પુલનો ઉપયોગ કરવાથી
- સાથે બેસીને ભોજન લેવાથી
- એકબીજાના કપડા પહેરવાથી
- મચ્છર કરડવાથી
- એક જ ઘરમાં સાથે રહેવાથી, ભેટવાથી, હાથ મિલાવવાથી કે સ્પર્શ કરવાથી ફેલાતો નથી
સંક્રમણ અટકાવવા માટેના પગલા
ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એચઆઇવી-એઇડ્સની અટકાયત, સારવાર અને સહયોગની વિવિધ કામગીરી કરવામાં આવે છે.
ગુજરાતમાં ૧૦૫ એન.જી.ઓ. અને ૨ ઓ.એસ.ટી. કેન્દ્રો-ઓપીયાડ સબસ્ટીટ્યુટ સેન્ટર દ્વારા એચઆઇવીની અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત એચઆઇવીના સંક્રમણ લાગવાના હાઇ રિસ્ક ધરાવતા લોકો જેવા કે સમલૈંગિક, દેહ વિક્રય કરતી બહેનો, સ્થળાંતરીત મજૂરો, ટ્રક ડ્રાઇવરો તથા સોય-સીરીંજ દ્વારા ડ્રગ્સનું સેવન કરતા લોકોની જાગૃતિ, તપાસ અને સારવાર કરાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech