ખંભાળિયા નગરપાલિકાની ગરબીની આવતીકાલે પૂર્ણાહુતિ

  • October 23, 2023 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેબિનેટ મંત્રીની ખાસ ઉપસ્થિતિ: પત્રકારોને કરાયા સન્માનિત


ખંભાળિયામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ નગરજનોની સુવિધા, સલામતી તેમજ આસ્થાને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા ગરબીનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે.


ગત તારીખ 15 મી થી અત્રે રેલવે સ્ટેશન રોડ પર આવેલી શ્રી રાજ્ય પુરોહિત વિદ્યાર્થી બોર્ડિંગના વિશાળ પટાંગણમાં શરૂ થયેલી ગરબીની આવતીકાલે મંગલ પૂર્ણાહુતિ થશે. દસ દિવસ સુધી શહેર તથા આસપાસના વિસ્તારોના મહિલાઓ, બાળાઓને વિના મૂલ્યે આધુનિક સંગીત તેમજ લાઈટ ડેકોરેશનના સથવારે માતાજીની આરાધના કરવાનું આ આયોજન સમગ્ર શહેરમાં ભારે આવકારદાયક બની રહ્યું છે. જેમાં દરરોજ મોડે સુધી બહેનો માતાજીની સ્તુતિ કરે છે.


તાજેતરમાં સાંસદ પૂનમબેન માડમ બાદ ગત રાત્રે ગરબીના સ્થળે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખાસ મુલાકાત લીધી હતી. તેમણે પણ આ આયોજનને બિરદાવી, બાળાઓને ઇનામ વિતરણ કર્યું હતું. આ ગરબીમાં ખાસ મુલાકાતે આવેલા પીઢ પત્રકાર રમણીકભાઈ રાડિયા અને કુંજનભાઈ રાડિયા (ગુજરાત સમાચાર), કૌશલભાઈ સવજાણી (અકિલા), હાર્દિકભાઈ મોટાણી (આજકાલ), જયસુખભાઈ મોદી વિગેરે પણ જોડાયા હતા. તેમને પાલિકા હોદ્દેદારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ ઉપરાંત આ ગરબીમાં શહેર સાથે જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બાળાઓને પ્રોત્સાહિત કરી હતી. આ ગરબીની આવતીકાલે મંગળવારે મંગલ પૂર્ણાહુતિ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application