કાલની જામનગર-વડોદરા ઈન્ટરસિટી એકસપ્રેસ આંશિક રીતે રદ કરાઈ

  • April 07, 2023 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરા ડિવિઝનમાં આવેલ વાસદ અને રનોલી સ્ટેશન વચ્ચે સ્થિત બ્રિજ નંબર ૬૨૪ પર મેન્ટેનન્સ કામગીરી માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે જેના લીધે રાજકોટ ડિવિઝનથી પસાર થનારી જામનગર-વડોદરા ઈન્ટરસિટી એકસપ્રેસ આંશિક રીતે રદ કરવામાં આવેલ છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા અનુસાર ૮ એપ્રિલના રોજ ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઈન્ટરસિટી એકસપ્રેસ જામનગર સ્ટેશનથી રવાના થઈને અમદાવાદ સ્ટેશન સુધી જશે. આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
​​​​​​​
રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અનુરોધ કરાયો છે કે, ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટસ માટે ૂૂૂ.યક્ષલીશિું.શક્ષમશફીફિશહ.લજ્ઞદ.શક્ષની મુલાકાત લે જેથી કોઈ અસુવિધા ન થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application