રાજકોટ માર્કેટ યાર્ડમાં થતી શાકભાજીની ૪૦થી ૪૫ જણસીઓની આવકમાં હાલ ટમેટાના ભાવ સૌથી તળિયે પહોંચી ગયા છે. દેશના અન્ય રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં વહેલો વરસાદ થતાં ત્યાંથી ટનબંધ ટમેટા રાજકોટ માર્કેટ યાર્ડમાં ઠલવાઇ રહ્યા છે. ઉનાળાના આરંભે ૧૦૦ રૂપિયે કિલો વેંચાતા ટમેટાના ભાવ હાલ ચોમાસાના પ્રારંભે ૧૦ રૂપિયે કિલો થઇ ગયા છે.
ટમેટાની ગુજરાત-સૌરાષ્ટ્ર તરફ નિકાસ શરૂ કરાઇ
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હાલ ઉત્તરપ્રદેશના અમરોહી, કર્ણાટકના બેંગ્લોર તેમજ મહારાષ્ટ્રના નાસિક અને સંગમનેરથી ટમેટાની ધૂમ આવક થઇ રહી છે. ટમેટાનું સૌથી વધુ ઉત્પાદન કરતા ઉપરોક્ત રાજ્યોમાં આ વર્ષે ચોમાસુ વહેલું શરૂ થતાં પાક બગડી જાય તે પહેલાં નિકાલ કરવા ફરજ પડતા ત્યાંથી ગુજરાત સૌરાષ્ટ્ર તરફ નિકાસ શરૂ કરાઇ છે.
રાજ્યમાંથી રાજકોટ સુધી આવતો જથ્થો રસ્તામાં બગડી જતો હોય છે
ટમેટાએ વહેલી બગડી જતી જણસી હોય અન્ય રાજ્યમાંથી રાજકોટ સુધી આવતો જથ્થો રસ્તામાં બગડી જતો હોય છે જેથી નબળી ગુણવત્તાને કારણે પણ ઓછા ભાવ ઉપજી રહ્યા છે. તદઉપરાંત પુષ્કળ માત્રામાં આવક થતા ભાવનું તળિયું દેખાઇ ગયું છે.
૧૮૦ ગામોમાંથી દેશી ટમેટાની સ્થાનિક આવકો પણ યથાવત રહી
ટમેટામાં આંતરરાજ્ય આવક ઉપરાંત રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોમાંથી દેશી ટમેટાની સ્થાનિક આવકો પણ યથાવત રહી છે. જોકે દેશી ટમેટાની તુલનાએ પરદેશી ટમેટાની ડિમાન્ડ વધુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech