જેતપુર પાસે આવેલ પીઠડીયા ટોલ પ્લાઝા દ્રારા લોકલ વાહન ચાલકોના ટોલ ચાર્જમાં કરેલ ૧૫૦ ગણો વધારો બે દિવસમાં પાછો ખેંચવા બાબતે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશન અને ચેમ્બર્સ ઓફ કોમર્સ આપેલ ઉગ્ર આંદોલનની ચીમકીને વીસ દિવસ થઈ ગયા હોવા છતાં ભાવ વધારો યથાવત જ રહેતા આ બંને સંસ્થા પાણીમાં બેસી ગઈ હોવાનો લોકલ વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે.
એકબાજુ જેતપુરથી રાજકોટ સીકસ લેન રોડની કામગીરી ચાલી રહી છે જેને કારણે દરરોજ જેતપુરથી રાજકોટ વચ્ચે ઠેરઠેર વાહન ચાલકોને ટ્રાફિકજામનો સામનો કરવો પડી રહ્યો છે. અને જેતપુરથી રાજકોટ અવરજવરમાં દોઢ કલાકને બદલે ત્રણથી ચાર કલાકનો સમય લાગવાથી સમય અને ઈંધણ બંનેની બરબાદી થઈ રહી છે. આવા સમયે બન્ને શહેરો વચ્ચે આવતા પીઠડીયા અને ભડી ટોલ પ્લાઝા બધં કરી દેવા જોઈએ તેને બદલે ટોલ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં જેતપુર પાસે આવેલ પીઠડીયા ટોલ પ્લાઝાએ લોકલ વાહન ચાલકો પાસેથી ૧૦ પિયા ટોલ ચાર્જ હતો તેમાં વીસેક દિવસથી દોઢસો ગણો વધારો કરવામાં આવ્યો છે પેલા લોકલ વાહન ચાલકોને અવરજવરના ૨૦ પિયા ટોલ ચાર્જ થતો હવે અવરજવરના ૫૫ પિયા થાય છે.
ટોલ પ્લાઝા દ્રારા કરવામાં આવેલ આ છપરફાડ વધારા સામે ૨૪ એપ્રિલે ડાઈંગ એસોસિએશન અને ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્રારા પીઠડીયા ટોલ પ્લાઝાએ જઈ ભાવ વધારો પાછો ખેંચવા આવેદનપત્ર આપી બે દિવસમાં ભાવ વધારો પાછો નહિ ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી મારી હતી. બે દિવસ બાદ ભાવ વધારો પાછો નહિ ખેંચાયો તો આ સંસ્થાનો હોદેદારો છ દિવસ બાદ ઉપલેટા ખાતે આવેલ પોરબંદર સાંસદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા પાસે પહોંચ્યા અને ભાવ વધારો પાછો ખેંચવાની રજુઆત કરી. કેન્દ્રીય મંત્રીએ હંમેશાની જેમ યોગ્ય કરીશ તેવી ખાતરી આપી હતી. ભાવ વધારો પાછો ખેંચવાની વાતની રજુઆત કરવાનું કેન્દ્રીય મંત્રી પણ ભૂલી ગયા અને સંસ્થાના હોદેદારો ઉગ્ર આંદોલન કરવાનું ભૂલી ગયા હોવાનું લોકલ વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે.
હવે જેતપુર શહેર તેમજ તાલુકાના લોકલ વાહન ચાલકોને રજુઆત કરવા કોની પાસે જવું ? પોરબંદરના સાંસદ તો આયાતી હોય તે લોકલનું દર્દ નહિ સમજે એટલે જ છેલ્લ ા વીસેક દિવસથી લોકલ વાહન ચાલકો પીઠડીયા ટોલ પ્લાઝાએ કરેલ દોઢસો ગણો વધારો ભોગવી રહ્યા છે અને ટોલના નામે લૂંટાઈ રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech