૭ ઓકટોબર–૨૦૦૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો ત્યારથી અત્યાર સુધી ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શ થઈ તેને આ ૭મી ઓકટોબરે ૨૪ વર્ષ પૂરા કરશે ત્યારે ગુજરાત સરકારે સમગ્ર રાયમાં ૭થી ૧૫ ઓકટોબર સુધી વિકાસ સાહ ઉજવવાનો નિર્ણય કર્યેા છે.
આ સાહ દરમિયાન રાયના ૧૦ વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારી સાથે ૧૩ વિષયોનો સમાવેશ કરાયો છે. આ પ્રત્યેક દિવસની વિવિધ થીમ સાથે ઉજવણી કરાશે. આ સમયગાળા દરમિયાન યુવા, મહિલા, ખેડૂતો સહિત તમામ વર્ગેાની સહભાગીદારી સુનિશ્ચિત કરી ગુજરાતના લોકોને તેની જાણકારી અપાશે અને તેમને વિકાસાત્મક કાર્યેાથી લાભાન્વિત કરાશે.
સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વિધાનસભાના પ્રાંગણમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, વરિ અધિકારીઓની હાજરીમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે. એ જ સમયે રાયના ૩૪ જિલ્લામાં પણ કલેકટર કચેરી અને અન્ય સરકારી ચેરીઓમાં, શાળા–કોલેજોમાં ભારત વિકાસ પ્રતિજ્ઞાથ લેવાશે. આ પ્રતિજ્ઞાને વ્યાપક સ્વપે લઈ જવા માય.ગવર્મેન્ટ પોર્ટલ પરથી મોટીસંખ્યામાં ઓનલાઈન પ્રતિજ્ઞા લઈ શકાશે.આ વિકાસ સાહની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શઆત કરાવશે.
તા.૧૫મીએ રથયાત્રા સમાપન સમયે દરેક જિલ્લામાં એક કરોડથી ઓછી રકમના કામોના લોકાર્પણ, ખાતમુહર્ત તથા ગ્રામીણ વિસ્તાર માટે માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી જિલ્લા દીઠ એક વિકાસ રથનું આયોજન તેમજ તમામ સરકારી સંસ્થાઓમાં સ્વચ્છતા શપથ લેવડાવાશે. ૭૧૫ ઓકટોબર દરમિયાન શિક્ષણ વિભાગ પણ હેકાથોન નિબધં સ્પર્ધા, ભીંત ચિત્રો, કિવઝ, ૧૦૦ લેકચર સિરીઝ, વેબિનાર, વર્કશોપ, રિસર્ચ પેપર, લખપતિ દીદી અને ડ્રોન દીદીના યુનિવર્સિટીમાં સેમિનાર તેમજ દસ સ્વામી વિવેકાનદં કોમ્પિટીટીવ એકઝામ સ્ટડી સેન્ટરના લોકાર્પણનું પણ આયોજન કરાયું છે. માહિતી અને પ્રસારણ વિભાગ દ્રારા ૨૪ વર્ષ સફળ અને સક્ષમ નેતૃત્ત્વના શીર્ષક હેઠળની પુસ્તિકાનું પ્રકાશન, માય ગવર્મેન્ટ પોર્ટલ પરથી કિવઝફોટો કોમ્પિટિશન યોજાશે.
સમગ્ર સાહ દરમિયાન કુલ ૧૦ વિભાગોની પ્રત્યક્ષ સહ ભાગીદારીતા, કુલ ૧૩ જેટલા વિષયોનો સમાવેશ. પ્રત્યેક દિવસની થીમ બેઇડ ઉજવણી કરવામાં આવશે.
યુવા, મહિલા, ખેડૂતો સહિત રાયના તમામ વર્ગેાની સહભાગીદારીતા સુનિશ્ચિત કરવાનું આયોજન.આ ઉજવણી દરમિયાન ગુજરાતના લોકોને જાણકારી આપવાની સાથે વિકાસાત્મક કાર્યેાથી લાભાન્વિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.