BREAKING NEWS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેવાની સિલ્વર યુબિલી: પ્રદેશ ભાજપ અગ્રણી રાજુ ધ્રુવ

  • May 18, 2026 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા ચાલી રહેલા સેવાના યજ્ઞને પ્રવલિત થયાને ૨૫ વર્ષ પુરા થયા છે અને સેવાની આ સિલ્વર યુબિલીને એક ઐતિહાસિક સફર ગણાવી પ્રદેશ ભાજપ અગ્રણી,પ્રદેશ કારોબારીના સભ્ય રાજુભાઈ ધ્રુવે અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે ૨૫ વર્ષની રાજકીય કારકિર્દીમાં તેમણે રાષ્ટ્ર્ર નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ છે. તેમની જીવનયાત્રાએ અનેક લોકોને પ્રેરણા પણ આપી છે.વધુમાં રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, નેધરલેન્ડસના હેગ ખાતે પ્રવાસી ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જાહેર જીવનના એક સુવર્ણ સીમાચિ઼ને યાદ કયુ હતું. સળગં ૧૩ વર્ષ મુખ્યમંત્રી તરીકે સતત અને સળગં ૧૨ વર્ષ વડાપ્રધાન તરીકે યશસ્વી, કુશળ, પ્રજાવત્સલ શાસક તરીકે એમ સળગં સતત ૨૫ વર્ષ સુધી દેશના કરોડો લોકો તરફથી મળેલો અવિરત સ્નેહ અને સમર્થન એ વૈશ્વિક લોકશાહીના ઇતિહાસમાં એક વિરલ ઘટના છે.તેમણે ઉમેયુ છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની છેલ્લા અઢી દાયકાની આ રાજકીય કારકિર્દી માત્ર શાસનના આંકડા નથી, પરંતુ કરોડો ભારતીયોના અતૂટ વિશ્વાસ અને આશીર્વાદની મૂડી છે. ખુદ વડાપ્રધાને પોતાના સંબોધનમાં ૧૬ મે ૨૦૧૪ના દિવસને ભારતના લોકતાંત્રિક ઇતિહાસનો એક અત્યતં ખાસ અને ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે. આ એ દિવસ હતો યારે લોકસભા ચૂંટણીના અભૂતપૂર્વ અને ઐતિહાસિક પરિણામોએ દાયકાઓ પછી દેશમાં પૂર્ણ બહત્પમતી ધરાવતી એક સ્થિર સરકારની સ્થાપના માટે ક્રાંતિ સર્જી , અને આ જ સ્થિરતા આજે ભારતના સવાગી વિકાસનું એન્જિન બની છે.સંઘના એક અદના સ્વયંસેવકથી લઈને ભાજપ સંગઠનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર નરેન્દ્રભાઈએ ૨૦૦૧માં યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો, ત્યારે તેમણે માત્ર પદ નહીં પરંતુ રાયની કાયાપલટ કરવાની જવાબદારી સ્વીકારી હતી. વહીવટી તત્રં સાથેની તેમની શઆતની બેઠકોથી જ લોકોને ધ્યાનપૂર્વક સાંભળવાની અને ગહન અવલોકન કરવાની તેમની અદભુત કુશળતા છતી થઈ હતી. મુખ્યમંત્રી તરીકે ૨૦૦૧થી ૨૦૧૪ સુધીનો તેમનો ૧૩ વર્ષનો કાર્યકાળ ગુજરાત માટે અભૂતપૂર્વ પરિવર્તનનો સુવર્ણકાળ સાબિત થયો.આજથી બરાબર બાર વર્ષ પહેલા ૧૬ મે ૨૦૧૪માં મળેલા સ્પષ્ટ્ર જનાદેશ દ્રારા નરેન્દ્રભાઈ મોદીએ તા.૨૪મી મે ના રોજ દેશના વડાપ્રધાન તરીકેની બાગડોર હાથમાં લીધી અને ગુજરાતના સફળ તેમજ સાંગોપાંગ સફળ વિકાસ મોડલને રાષ્ટ્ર્રીય ફલક પર લાગુ કરીને સર્વસમાવેશી વિકાસ પર ભાર મૂકયો. વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદીનો છેલ્લા ૧૧–૧૨ વર્ષનો આ સમયગાળો પરિવર્તનકારી શાસન, સમાવેશી વિકાસ અને વૈશ્વિક મચં પર ભારતની નવી ઓળખ ઊભી કરનારો રહ્યો છે, જેણે ભારતને ગ્લોબલ રીસેટમાં અગત્યની ભૂમિકા નિભાવવા માટે તૈયાર કયુ છે.
સતત ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ત્રણવાર ભારતના વડાપ્રધાનનો કાર્યભાર વહન કરનારા નરેન્દ્ર મોદીએ ૨૫ વર્ષ રાય–દેશની અવિરત સેવા કરી છે, જે અત્યાર સુધીમાં કોઈ એક મુખ્યમંત્રી–વડાપ્રધાનનો સતત અને સૌથી દીર્ઘકાલીન કાર્યકાળ છે.નરેન્દ્ર મોદીએ પ્રથમવાર ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા એ ઐતિહાસિક ઘટનાને આજે ૧૨ વર્ષ પૂર્ણ થયાં છે, અને આજે વિકસિત ભારત ૨૦૪૭ના ભવ્ય વિઝન સાથે તેઓ દેશના વડાપ્રધાન તરીકે ભારતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application