દર વર્ષે આપણે ૧૮ એપ્રિલ અંતર્ગત વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકેની ઉજવણી કરીયે છીએ. સૌ પ્રથમ સન ૧૯૮૨માં આંતરરાષ્ટ્રીય સ્મારકો અને સ્થળ પરિષદ (ઈંઈઘખઘજ) દ્વારા ૧૮ એપ્રિલના દિવસને વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકે ઉજવવાની પહેલ કરવામાં આવી હતી. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા યુનેસ્કોએ (ઞગઊજઈઘ) આ પ્રસ્તાવને માન્યતા આપી અને ત્યારથી આ દિવસની વૈશ્વિક સ્તરે ઉજવણી કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા સમયાંતરે નિર્ધારિત કરેલા માપદંડોને ધ્યાને લઈને તેમજ વિશ્વના તમામ દેશોમાં આવેલ ઐતિહાસિક વિરાસતના સાંસ્કૃતિક, ઐતિહાસિક તેમજ વૈજ્ઞાનિક મહત્વતાને ધ્યાને લઈને તેનું સરંક્ષણ કરવાની તથા તેની જાણવણી માટે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવે છે.
વર્તમાન સમયમાં યુનેસ્કોની યાદીમાં ભારતના ૪૩ સ્થળોનો સમાવેશ થાય છે. જેમાં આપણા ગુજરાત રાજ્યમાં યુનેસ્કો દ્વારા સૌપ્રથમ ચાંપાનેર, પાટણમાં આવેલ રાણીની વાવ, અમદાવાદ શહેર તેમજ કચ્છમાં આવેલ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૫ના વિશ્વ હેરિટેજ દિવસ અંતર્ગત યુનેસ્કો દ્વારા "ઇંયશિફિંલય ઞક્ષમયિ ઝવયિફિં ઋજ્ઞિળ ઉશતફતયિંિ અક્ષમ ઈજ્ઞક્ષરહશભતિં: ઙયિાફયિમક્ષયતત અક્ષમ કયફક્ષિશક્ષલ ઋજ્ઞિળ ૬૦ ઢયફતિ ઘર ઈંઈઘખઘજ અઈઝઈંઘગજ." નામની થીમ આધારિત ઉજવણી કરવામાં આવશે.
આજના આધુનિકીકરણના યુગમાં મોટા પાયે શહેરીકરણ, પર્યટન દબાણ, પ્રદુષણ તેમજ તાપમાનમાં વધારો, ભારે વરસાદ કે તોફાન જેવી કુદરતી અને માનવસર્જિત ઘટનાઓના કારણે આપણો ઐતિહાસિક અને કુદરતી વારસો જોખમમાં મુકાય રહ્યો છે. આધુનિકતા અને વિકાસની દોડમાં ઘણીવાર આપણે ભૂલી જઇયે છીએ કે આપણું ભવિષ્ય ત્યાંથી જ શરુ થાય છે જ્યાં આપણો ભૂતકાળ ટકેલો છે. વારસાગત સ્થળોનો નાશ માત્ર ઈમારતનો નાશ નથી પરંતુ આપણા મૂળથી વિમુખ થવાનું સૂચન છે. આપણી ઐતિહાસિક વિરાસતને સાચવવા માટે આપણે અમુક નાના પગલાં લઇ શકીયે છીએ જેમાં આપણે હેરિટેજ સાઈટની મુલાકાત લઈએ તો ત્યાં સ્વછતા જાળવીએ તેમજ સ્કૂલો અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નિયમિત રીતે પોતાના શહેરની ઐતિહાસિક વિરાસતની મુલાકાત લેવામાં આવે તેમજ નિયમિત પણે ત્યાં સ્વછતા અભિયાન ચલાવવામાં આવે તથા ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની જાળવણી કરતી સંસ્થાઓમાં જોડાઈને પોતાનું યોગદાન એવું જોઈએ. વર્લ્ડ હેરિટેજ દિવસએ માત્ર ઉજવણીનો દિવસ નથી પરંતુ તે એક જવાબદારી પણ છે. જે આપણને સૌને યાદ અપાવે છે કે ઇમારતો, કિલ્લાઓ, મંદિરો, ભાષાઓ સાથે સંકળાયેલ લોકસંસ્કૃતિના ગૌરવપૂર્ણ ઇતિહાસને સાચવી રાખવાની આપણી એક નૈતિક ફરજ છે. ચાલો, આ દિવસે આપણે માત્ર ફોટા ન ખેંચીએ પરંતુ એક મનોમન સંકલ્પ કરીયે કે આપણી હેરિટેજ સાઈટ તેમજ સાંસ્કૃતિક વિરાસતોનું સાચું જતન કરીએ કારણકે પુરાતન વારસોએ ભવિષ્ય માટે સાચવેલો ભૂતકાળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech