એવરેસ્ટ એ વિશ્વનું સૌથી ઉંચુ પર્વત શિખર છે. તેની ઊંચાઈ 8848 મીટર છે. હિલેરી અને શેરપા 29 મે 1953ના રોજ એવરેસ્ટની ટોચ પર ચઢવામાં સફળ રહ્યા હતા. તેમની યાદમાં દર વર્ષે 29 મેના રોજ આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ઉજવવામાં આવે છે. તેનો બીજો હેતુ નેપાળ પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ એ નેપાળ દ્વારા પર્વતારોહકોના સન્માન માટે ઉજવવામાં આવતો વાર્ષિક પ્રસંગ છે. એવરેસ્ટનું શિખર નેપાળ અને ચીન (તિબેટ)ની સરહદ પર આવેલું છે.
વર્ષ 1953માં એટલે કે આજથી 71 વર્ષ પહેલા 29મી મેના રોજ ન્યૂઝીલેન્ડના પર્વતારોહક એડમન્ડ હિલેરીએ નેપાળના તેનઝિંગ શેરપા સાથે એવરેસ્ટ સર કર્યું હતું. જેમાં તેઓ સફળ પણ રહ્યા હતા. 2008 માં એડમન્ડ હિલેરીના મૃત્યુ પછી તેમના સન્માન માટે આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ઉજવવામાં આવે છે. માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાની આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે.
માઉન્ટ એવરેસ્ટનું નામ જ્યોર્જ એવરેસ્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે. જેઓ 1830 થી 1843 સુધી ભારતના સરકારી સર્વેક્ષણના ડિરેક્ટર હતા. હિમાલયના પર્વતોની લંબાઈ માપનાર તે પ્રથમ વ્યક્તિ હતા.
આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસનું મહત્વ
આંતરરાષ્ટ્રીય માઉન્ટ એવરેસ્ટ દિવસ એ માત્ર એડમન્ડ હિલેરી અને તેનઝિંગ શેરપાના વિજયની ઉજવણી કરવાનો દિવસ નથી પરંતુ તે પર્વત પર ચઢવાના જોખમોને દર્શાવવાનો અને આ પ્રવાસ દરમિયાન જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ પણ છે. આ દિવસ પર્વતારોહકોને એવરેસ્ટ શિખર પર વિજય મેળવવાની પ્રેરણા આપે છે.
માઉન્ટ એવરેસ્ટ પર પહોંચનાર પ્રથમ ભારતીય પુરુષ અને મહિલા
ભારતીય સેનાના કેપ્ટન અવતાર સિંહ ચીમા 1965માં માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ છે. બચેન્દ્રી પાલ આ શિખર પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech