દેશની સરહદો પર દિવસ-રાત જાગતા આપણા વીર જવાનો. આપણે સુરક્ષિત છીએ એ માટે તેઓ કેટલી કુરબાની આપે છે એ આપણે બધા જાણીએ છીએ. આપણે આપણા આ હીરોઝનો આભાર માનવા માટે દર વર્ષે ૭મી ડિસેમ્બરે સશસ્ત્ર દળ ધ્વજ દિન ઉજવીએ છીએ.
આ દિવસ શા માટે મહત્વનો છે?
આ દિવસે આપણે સૈનિકો અને તેમના પરિવારો માટે ભંડોળ એકઠું કરીએ છીએ. આ ભંડોળથી શહીદ જવાનોના પરિવારોને મદદ મળે છે, ઘાયલ જવાનોનું સારવાર થાય છે અને નિવૃત્ત જવાનોને પણ મદદ મળે છે.
આપણે દેશમાં સલામત છીએ, કારણ કે દુર્ગમ સ્થિતિમાં કષ્ટ વેઠીને દેશની સરહદોની રક્ષા સૈન્યના જવાનો કરે છે. આ સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે સહયોગી થવું એ નાગરિકોની નૈતિક ફરજ છે. નાગરિકો આપણા દેશના સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણની પ્રવૃત્તિ માટે પોતાનું અનુદાન આપી શકે તે માટે, દેશમાં દર વર્ષે ૭મી ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આઝાદી બાદ ભારત સરકારને સૈન્યના કર્મચારીઓના કલ્યાણ માટે ભંડોળની જરૂરિયાત ઊભી થઈ હતી. આ માટે ૨૮ ઓગસ્ટ, ૧૯૪૯ના રોજ સંરક્ષણ પ્રધાનના નેતૃત્વમાં સમિતિ રચાઈ હતી. આ સમિતિએ દર વર્ષે ૭ ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ મનાવવાનું નક્કી કર્યું. આમ દેશમાં સન ૧૯૪૯થી દર વર્ષે ૭ ડિસેમ્બર ‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ તરીકે મનાવવાની શરૂઆત થઈ.
ધ્વજ દિવસ મનાવવા પાછળનો વિચાર સામાન્ય લોકોને નાના ધ્વજ વિતરીત કરી તેના બદલામાં અનુદાન એકત્રિત કરવાનો હતો. દેશ માટે લડતા સશસ્ત્ર દળોના જવાનોના પરિવારો અને આશ્રિતોની સંભાળ લેવાની ભારતીય નાગરિકો તેમની જવાબદારી સમજે તે પણ આ દિવસની ઉજવણીનો હેતુ હતો. ઉપરાંત યુદ્ધ દરમિયાન થયેલી જાનહાનિ સામે સૈનિકોના પરિવારોનું પુનર્વસન, સેવા આપતા કર્મચારીઓ અને તેમના પરિવારોનું કલ્યાણ, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું પુનર્વસન અને કલ્યાણ એ હેતુ પણ છે.
આ દિવસે ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો, ભૂમિસેના, વાયુસેના અને નૌકાદળ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા માટે તેમના જવાનો દ્વારા ઉઠાવાતી જહેમત અને બલિદાનને નાગરિકો જોઈ-જાણી શકે તે માટે શો, કાર્નિવલ, નાટક અને અન્ય મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે દેશમાં ત્રણેય સશસ્ત્ર સેનાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ, ઘેરા વાદળી અને આછા વાદળી રંગોના નાના ધ્વજનું વિતરણ કરીને નાગરિકો પાસેથી ભંડોળ એકઠું કરવામાં આવે છે.
સંરક્ષણ મંત્રીની સમિતિ દ્વારા સન ૧૯૪૯માં ધ્વજ દિવસ ભંડોળની સ્થાપના થયા પછી, સન ૧૯૯૩માં ભારતના સંરક્ષણ મંત્રાલયે સંબંધિત કલ્યાણ ભંડોળને એક સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ફંડમાં એકીકૃત કર્યું હતું. આ એકીકૃત ભંડોળમાં (૧) યુદ્ધ પીડિત, યુદ્ધ અક્ષમ અને અન્ય ભૂતપૂર્વ સૈનિકો-સેવા કરતા કર્મચારીઓ માટે એકીકૃત વિશેષ ભંડોળ (૨) ધ્વજ દિવસ ભંડોળ (૩) સંત ડનસ્ટાન્સ (ભારત) અને કેન્દ્રીય સૈનિક બોર્ડ ફંડ (૪) ભારતીય ગોરખા ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ નિધિ (૫) ભંડોળ સંગ્રહનો સમાવેશ થાય છે.
સંરક્ષણ મંત્રાલયના ભાગ એવા કેન્દ્રીય સૈનિક બોર્ડ અને તેની સ્થાનિક શાખાઓ દ્વારા સમગ્ર દેશમાં ભંડોળ સંગ્રહનું સંચાલન કરવામાં આવે છે. આ ભંડોળનું સંચાલન કેન્દ્રમાં સંરક્ષણ પ્રધાનની અધ્યક્ષતામાં મેનેજિંગ કમિટી દ્વારા કરવામાં આવે છે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરકારોના કાર્યકારી વડાઓ દ્વારા કરવામાં આવે છે. સંગ્રહનું આયોજન સ્વૈચ્છિક સંસ્થા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં દંગાખોરો સામે બુલડોઝર ચાલશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
March 19, 2025 08:22 PMગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ: 22 માર્ચથી તાપમાનમાં વધારો, હવામાન વિભાગની આગાહી
March 19, 2025 08:00 PMડલ્લેવાલ-પંઢેર સહિત ઘણા ખેડૂત નેતાઓ હિરાસતમાં, શંભુ અને ખનૌરી બોર્ડરની આસપાસ ઇન્ટરનેટ બંધ
March 19, 2025 07:52 PMગીરના સાવજો માટે વન વિભાગની પાણીની વ્યવસ્થા: 500 કૃત્રિમ પોઈન્ટ તૈયાર
March 19, 2025 07:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech