આજે વાસી ઉત્તરાયણ દરમિયાન ગુજરાત રાજ્યમાં 108 માં 6 વાગ્યા સુધીમાં આવ્યા 2769 ઇમરજન્સી કોલ

  • January 16, 2023 02:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે વાસી ઉત્તરાયણ દરમિયાન ગુજરાત રાજ્યમાં 108 માં 6 વાગ્યા સુધીમાં 2769 ઇમરજન્સી કોલ આવ્યા હતા. ઉત્તરાયણના તહેવારોમાં એક બાજુ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી બાજુ રાજ્યમાં મોટી સંખ્યામાં લોકોને દોરી વાગવાથી ઈજા થઈ છે. 108 આકસ્મિક સેવા દ્વારા મળેલી માહિતી મુજબ ગતરાત્રિના 9 વાગ્યા સુધીમાં ત્રણ હજાર સાતસો 44 ઇમરજન્સી કોલ મળ્યા હતા. વર્ષ 2022 માં ત્રણ હજાર 345 કેસ નોંધાયા હતા. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ 399 વધુ કેસ નોંધાયા છે. 



સમગ્ર રાજ્યમાં ગઈકાલે દોરીથી ઇજા થવાના, ધાબા પરથી પડી જવાના તથા માર્ગ અકસ્માતના કેસ નોંધાયા હતા. જેમાં દોરીથી ઇજા થવાના 92 કેસ હતા. અમદાવાદમાં દોરીથી 42 લોકોને વડોદરામાં 11, સુરતમાં સાત, ખેડામાં પાંચ લોકોને ઇજા થઈ હતી. રાજ્યમાં દિવસ દરમિયાન ધાબા પરથી પડી જવાના 34 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ સૌથી વધુ છ કેસ નોંધાયા હતા. રાજ્યમાં 820 જેટલાં માર્ગ અકસ્માતના કેસ સામે આવ્યા હતા. જેમાં અમદાવાદમાં 117, સુરતમાં 112, વડોદરામાં 63 અને ગાંધીનગરમાં 46 અકસ્માતના કેસ નોંધાયા હતા. વાહન વગર 368 લોકોને વિવિધ પ્રકારની 367 જેટલી ઇજા પહોંચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application