નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબુત કરવા હાલારવાસીઓ મતદાન કરે-પૂનમબેન

  • April 24, 2024 11:20 AM 

લોકસભાની ચૂંટણી માટે 78-જામનગર વિધાનસભા વિસ્તારના મઘ્યસ્થ ચૂંટણી કાયર્લિયનું ઉત્સાહભેર ઉદઘાટન: ભારતના સવર્ગિી વિકાસનું સપનું સેવનારા વડાપ્રધાન માટે સમગ્ર હાલારવાસીઓ ઉમળકાભેર મતદાન કરે એવી ધારાસભ્યો દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજાએ કરી અપીલ: શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ પૂનમબેન માડમને જંગી બહુમતીથી જીતાડવા કરી અપીલ: શ સેકશન રોડ એમ.પી.હાઉસ ખાતેના ઉદઘાટનમાં ઉમટી જંગી મેદની


12-જામનગર લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર ચોખ્ખી છબી ધરાવતા પ્રતિભાશાળી અને શિક્ષીત ઉમેદવાર પૂનમબેન માડમે 78-જામનગર વિધાનસભા વિસ્તારના મઘ્યસ્થ ચૂંટણી કાયર્લિયના ઉદઘાટન સમયે કહ્યું હતું કે, દેશને વિકાસની દિશા દેખાડનારા, દશા બદલનારા અને વૈશ્ર્વિક સ્તરે ભારતનું મસ્તક ઉચું કરવામાં સફળ રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હાથને મજબુત બનાવવા માટે હાલાવાસીઓએ ભરપૂર મતદાન કરવું જોઇએ અને અહીંથી એક કમળ નરેન્દ્રભાઇ મોદી માટે દિલ્હી મોકલવું જોઇએ.


આગામી લોકસભા ચૂંટણી અન્વયે જામનગર - દેવભૂમિ દ્વારકા સાંસદીય વિસ્તાર અંતર્ગત 78  વિધાનસભા મધ્યસ્થ કાયર્લિયનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. વૈદિક, મંત્રોચાર સાથે  જામનગર ઉત્તર 78 વિધાનસભા  મધ્યસ્થ કાયર્લિયનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો. જંગી મેદની સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.


12 લોકસભાના સાંસદ તથા ઉમેદવાર શ્રી પૂનમબેન માડમના હસ્તે 78-જામનગર વિધાનસભા મધ્યસ્થ કાર્યક્રયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, એ પ્રસંગે શ્રી પૂનમબેન માડમે એ સૌને આવકારેલ તથા ઉદબોધન કરતા જાણવેલ કે, વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સપનું સેવ્યું છે, તેને સાર્થક કરવા માટે લોકશાહીના મહાપર્વ એવા 7 મી મેના રોજ સમગ્ર હાલારવાસીઓએ બહોળી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવી જોઈએ.


પૂનમબેને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષના શાસનકાળ દરમિયાન હાલાર સહિતના અનેક વિકાસના કામો થયા છે અને સર્વે યોજનાઓને જનજન સુધી પહોંચાડવામાં પણ જબરી સફળતા મળી છે. ઉપરાંત અનેક માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, હજુ પણ સમગ્ર હાલાર સહિતના જામનગર પંથકને અનેક માળખાકીય યોજનાઓથી જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થનગની રહ્યા છે.


ત્યારે વડાપ્રધાનના હાથ મજબૂત કરવા અને શ્રેષ્ઠ ભારતનું નિમર્ણિ કરવાના ભાગરૂપે અવશ્ય મતદાન કરવાની ફરજ પ્રત્યેક હાલારવાસીઓએ નિભાવવી જોઇએ એવો મારો નમ્ર અનુરોધ છે.


સાંસદે કહ્યું હતું કે, આ ચૂંટણી ભારત દેશને 2047 માં વિશ્ર્વગુ બનાવવાની ચૂંટણી છે, આપણી ભાવિ પેઢીના ભવિષ્યને ઉજ્વળ બનાવવાની ચૂંટણી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં ભારત દેશ વિશ્ર્વગુ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે, જામનગરની જનતાએ જામનગરથી જંગી બહુમતીથી એક કમળને દિલ્લી પૂહોચાડવું, તેવી અપીલ કરી હતી.


કાર્યક્રમમાં 79-જામનગર વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, 78-જામનગર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાએ શ્રી પૂનમબેન માડમને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરતા જણાવેલ કે, ભારતના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સપનું સેવ્યું છે, તેને સાકાર કરવા સમગ્ર હાલાર સહિતના જામનગરના મતદાતાઓએ ભારે સંખ્યામાં મતદાન કરીને વડાપ્રધાનના હાથ મજબૂત કરવા જોઈએ. 


શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા એ જણાવેલ કે, ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ, સૌ કોઈ એ આ લોકશાહીના પર્વમાં મતદાન અવશ્ય કરવું જોઈએ, અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને, શ્રી પૂનમબેન માડમને જંગી બહુમતીથી જીતાડી દિલ્લી મોકલવા જોઈએ. ઉદઘાટન સમારોહ દરમિયાન એકઠી થયેલ જનમેદની જોતા, શ્રી પૂનમબેન માડમની જંગી બહુમતીથી જીત નિશ્ચિત જણાય આવે તેવો ઉત્સાહજનક માહોલ જોવા મળેલ.


આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ,  મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, જિલ્લા અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, 12-લોકસભા સંયોજક ડો વિનોદભાઈ ભડેરી, 79-વિધાનસભા પ્રભારી, હિરેન પારેખ, 78-વિધાનસભા સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, 78-વિધાનસભા પ્રભારી સુરેશ વશરા, મેયર વિનોદ ખીમસુરીયા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પરમાનંદભાઈ ખટ્ટર, પૂર્વ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, હિરેનભાઈ ભટ્ટ, અશોક નંદા, મુકેશ દાસાણી, નિલેશ ઉદાણી, પૂર્વ મેયર અમીબેન પરીખ, બીનાબેન કોઠારી, હસમુખ જેઠવા, અગ્રણી મેરામણભાઇ પરમાર, સામાજિક અગ્રણી તથા જામનગર ડીસ્ટ્રિક કો ઓપરેટીવ બેંકના, ચેરમેન જીતુભાઈ લાલ, સહિત શિક્ષણ સમિતિના સભ્યો, સામાજિક સંસ્થાના હોદેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કોપોરેટર શ્રીઓ, કાર્યકતર્ઓિ, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, પેઇજ સમિતિના પ્રમુખો સહિત વિશાળ સંખ્યામાં કાર્યકતર્ઓિ ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application