હાઉસટેકસની કામગીરી ઝડપી બનાવવા મ્યુ.કમિશ્નરે શહેરમાં બે ઝોન પાડયા

  • January 23, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેકસ શાખામાં વધુ એક અધિકારીની નિમણુંક કરતા હવે કામગીરી સરળ રહેશે: વોર્ડ નં.1 થી 8 અને વોર્ડ નં.9 થી 16માં અધિકારીઓને જવાબદારી સોંપાઇ


જામનગર મહાપાલિકાની હાઉસટેકસ શાખા કમાઉ દીકરા જેવી કચેરી છે, ત્‌યારે વસ્તી વધતા મીલ્કતો પણ વધી છે અને ટેકસની આવક વધી ગઇ છે, ત્યારે આ વિભાગમાં વધુ કામગીરી સારી રીતે થઇ શકે તે માટે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ વોર્ડ નં.1 થી 8 અને વોર્ડ નં.9 થી 16ની અલગ-અલગ કામગીરી માટે બે ઝોન પાડવામાં આવ્યા છે અને ટેકસ શાખામાં વધુ એક અધિકારીની નિમણુંક કરી દેવામાં આવી છે.


સુત્રોના જણાવ્યા અનુસાર જામનગરની 128 ચો.કીમી હદ છે ત્‌યારે તેમાં 3 લાખથી વધુ મિલ્કતો નોંધાયેલી છે, પાણીના ચાર્જીસ અને મિલ્કતના ચાર્જીસ માટે હાઉસટેકસ શાખા દ્વારા તાજેતરમાં બે વધુ વાન પણ લેવામાં આવ્યા છે અને હાઉસટેકસ વિભાગમાં એક અધિકારી વિજય ભાંભોર ફરજ બજાવે છે હવે તેમની સાથે લેબર શાખાના અધિકારી શૈલેન્દ્રસિંહ સોઢાને પણ હાઉસટેકસમાં મુકી દેવામાં આવ્યા છે, આસી.કમિશ્નરના નેજા હેઠળ અલગ-અલગ બે ઝોનમાં બે ઇન્ચાર્જ ટેકસ અધિકારી કામગીરી કરશે, હજુ પણ જામનગર શહેરમાં અનેક લોકોનો હાઉસટેકસ બાકી છે અને જેની કિંમત કરોડો પિયા ઉપર થઇ જાય છે ત્યારે આગામી દિવસોમાં વધુ સરળતા રહે અને ટેકસ ઉઘરાવવામાં પણ અનુકુળ આવે તે માટે આ કામગીરી શ કરી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application