રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આ ત્રણ ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર...જાણો વિગત

  • August 25, 2024 12:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેનોના સમયસર સંચાલન માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે પ્રમાણે છે.


1.

30.08.2024 થી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસના પોરબંદરથી ચાલવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક સ્ટેશનો પર ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે જામનગર 0.47/0.52 કલાકને બદલે 0.54/0.59 કલાકે, હાપા 01.10/01.12 કલાકને બદલે 01.13/01.15 કલાકે, વાંકાનેર 03.57/03.59 કલાકના બદલે 03.30/03.32 કલાક. થાન જંકશન 04.20/04.22 કલાકને બદલે 03.55/03.57 કલાકે અને સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન પર 05.04/05.06 કલાકને બદલે 04.39/04.41 કલાકે રહેશે. રાજકોટ સ્ટેશન પર આ ટ્રેનના આગમન/પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


2.

30.08.2024 થી ટ્રેન નંબર 22958 વેરાવળ - ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસના વેરાવળ સ્ટેશનથી દોડવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.  કેટલાક સ્ટેશનો પર ટ્રેનોના આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે વિરમગામ જંકશન પર 04.05/04.07 કલાકને બદલે 04.18/04.20 કલાક અને ચાંદલોડીયા બી કેબીન ખાતે 04.50/04.52 કલાકને બદલે 05.03/05.05 કલાકનો રહેશે.  આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશને 5.40ને બદલે 5.50 વાગ્યે પહોંચશે.


 3.   

04.09.2024 થી, ટ્રેન નંબર 19319 વેરાવળ - ઇન્દોર મહામના એક્સપ્રેસના રાજકોટ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 02.10/02.15 કલાકને બદલે 01.50/02:00 કલાકનો રહેશે.


આ ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરોએ વધુ વિગત માટે રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application