BREAKING NEWS

માણાવદરમાં ગાજવીજ સાથે અમી છાંટણાથી ગરમીમાં રાહત

  • June 01, 2026 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માણાવદરમાં ગાજવીજ સાથે અમી છાંટણાથી ગરમીમાં રાહત

માણાવદરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. છેલ્લ ા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ, વહેલી સવારે આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને મેઘરાજાના આગમન સાથે વહેલી સવાર ખુશનુમા બની ગઈ હતી. વહેલી સવારે અંધારપટ છવાઈ ગયા બાદ જોરદાર વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદના અમી છાંટણા શ થયા હતા. ભલે આ ચોમાસાનો વિધિવત વરસાદ ન હોય, પરંતુ વાવાઝોડા જેવા માહોલ અને ગાજવીજ સાથે શ થયેલા આ વરસાદી છાંટાને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને નીચાણવાળા રોડ ઉપર પાણી વહેતા જોવા મળ્યા હતા.
મે મહિનાના અંતિમ દિવસોમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી માણાવદરના નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠા હતા. તેવામાં વહેલી સવારે ઠંડા પવનના સુસવાટા અને વરસાદી ઝાપટાં પડતાં જ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ અણધાર્યા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News