ખેડા જિલ્લામાં મેઘતાંડવ, 7 કલાકમાં 8 ઈંચ વરસાદ, નડિયાદ જળબંબોળ

  • August 26, 2024 06:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ખેડામાં પણ આજે વહેલી સવારથી પડી રહેલા વરસાદના કારણે અનેક તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.


આજે વહેલી સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં સૌથી વધુ 202 મિ.મી ( 8 ઈંચ), વસોમાં 182 મિ.મી. (7.1 ઈંચ),ગલતેશ્વર 136 મિ.મી (5.3 ઈંચ), માતર 123 મિ.મી. (4.8 ઈંચ), મહુધામાં 95 મિ.મી. (3.7 ઈંચ), ખેડા 93 મિ.મી (3.6 ઈંચ), કઠલાલમાં 71 મિ.મી (2.7 ઈંચ), મહેમદાબાદ 62 મિ.મી. (2.4 ઈંચ), ઠાસરા 62 મિ.મી (2.4 ઈંચ), કપડવંજમાં 47 મિ.મી (1.8 ઈંચ) જેટલો



હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ ખેડા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાની તમામ સ્કૂલ, કૉલેજો અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર અમિત યાદવે દ્વારા જિલ્લાવાસીઓને અગત્યના કામો સિવાય બહાર અવર જવર ટાળવી અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રમતગમત કે ફરવા અર્થે ન જવાની અપીલ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાયાની તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમણે જિલ્લાવાસીઓને સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application