ફિલ્મ કલ્કિ 2898 એડીને લઈ ચાહકો ખુબ ઉત્સાહિત
અભિનેત્રી દિશા પટનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટો કલ્કિ 2898 એડી સાથે જોડાયેલો છે. અભિનેત્રી સુપર સ્ટાર પ્રભાસ સાથે જોવા મળી રહી છે. ફિલ્મમાં અનેક મોટા કલાકારોના નામ પણ સામેલ છે.
ફિલ્મ કલ્કિ 2898 એડીને લઈ ચાહકો ખુબ ઉત્સાહિત છે. ફિલ્મમાં અભિનેતા પ્રભાસ શાનદાર રોલમાં જોવા મળશે. હાલમાં અભિનેત્રી દિશા પટનીએ પ્રભાસ સાથે કેટલાક ફોટો શેર કર્યા છે. જે આ ફિલ્મ સાથે જોડાયેલા છે.અભિનેત્રી દિશા પટનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૂટિંગ સાથે જોડાયેલા ફોટો અને વીડિયો શેર કર્યા છે. વર્ષ 2024ની શરુઆતમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે, પ્રભાસ અને દિશા પટની એક ગીતના શૂટિંગ માટે ઈટલી ગયા છે. દિશાએ જે ફોટો શએર કર્યા છે. તે ગીતના શૂટિંગના છે.
દિશા પટની સ્ટાર પ્રભાસ સાથે ઉભેલી જોવા મળી
ફોટોમાં દિશા પોતાના સ્ટાર પ્રભાસ સાથે ઉભેલી જોવા મળી રહી છે. એક ફોટોમાં તે મેકઅપ આર્ટિસ્ટ સાથે મેકઅપ કરાવતી જોવા મળી રહી છે.પહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, દિશા પટની પિંક ધાબળો પહેરીને ઠંડા પવનો વચ્ચે શૂટિંગ કરતી જોવા મળી રહી છે. ફોટોમાં દિશાની ટીમે ઠંડીથી બચવા માટે આજુબાજુ પણ ઉભા છે.એક ફોટોમાં દિશા કારની અંદર બેઠી છે. તો અન્ય એક સેલ્ફીમાં દિશાએ પ્રભાસ સાથે લીધી છે. પ્રભાસે ચશ્મા અને હુડી-કેપ પહેરી છે.
એક સાથે જોવા મળશે અમિતાભ અને કમલ હાસન
ફિલ્મ કલ્કિ 2898 એડીના નિર્દેશન નાગ અશ્વિને કર્યું છે. આ ફિલ્મના કલાકારોમાં અનેક કેટલાક મોટા નામ પણ સામેલ છે. પ્રભાસ સિવાય ફિલ્મમાં અમિતાભ બચ્ચન, કમલ હાસન, દીપિકા પાદુકોણ અને દિશા પટની મહત્વની ભૂમિકામાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ શાનદાર હશે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
પ્રભાસ છેલ્લી ફિલ્મ સાલારમાં જોવા મળ્યો હતો. જે થિયેટરમાં સુપરિહટ સાબિત થઈ હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર પણ લોકો પસંદ કરી રહ્યા છે. ચાહકોને પણ આ ફોટો ખુબ પસંદ આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે આ ફિલ્મ કેટલી સુપરહિટ જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech