રોલેક્ષ રોડ પર સાંઈબાબા સર્કલ નજીક આવેલા ઉત્સવ પાર્કમાં અને બાજુમાં આવેલી આસોપાલવ સોસાયટીનો કોમન પ્લોટ એક હોય જેમાં ફેન્સીંગ કરવા બાબતે સોસાયટીના લોકો એકત્ર થયા હતા. દરમિયાન અહીં રહેતા એક શખસે અને તેના ત્રણ સાગરીતોએ મળી ગાળો ભાંડી છૂટા પથ્થરોના ઘા કર્યા હતા જેમાં એક બાળક તથા અહીં રહેતા કારખાનેદાર યુવાનને ઈજા પહોંચી હતી. બાદમાં ટોળું આજીડેમ પોલીસ મથકે ધસી ગયું હતું અને ઉગ્ર રજૂઆત કરી હતી. આ મામલે પોલીસે પથ્થરમારો કરનાર શખસ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રોલેકસ રોડ પર સાંઈબાબા સર્કલની બાજુમાં આવેલા ઉત્સવ પાર્ક શેરી નંબર–૨ માં રહેતા ભાવેશ કાનજીભાઈ ઠુંમર (ઉ.વ ૪૩) દ્રારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રકાશનું નામ આપ્યું છે. ભાવેશભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં પરિવાર સાથે રહે છે અને સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નંબર ૨ માં સોમનાથ એન્જિનિયરિંગ નામનું કારખાનું ચલાવે છે.
ગઈકાલ રાત્રિના નવેક વાગ્યે આસપાસ તેમની સોસાયટી ઉત્સવ પાર્ક તથા બાજુમાં આવેલી આસોપાલવ સોસાયટીના માણસો સોસાયટી વચ્ચે આવેલા કોમન પ્લોટ બાબતે ભેગા થયા હતા ત્યારે આસોપાલવ સોસાયટીમાં રહેતા પ્રકાશે તેમના ઘરની બાજુમાં કોમન પ્લોટ આવેલો છે જેથી તે આ કોમન પ્લોટનો ઉપયોગ તેમના વાહન તથા વસ્તુ રાખવા માટે કરતા હોય આ કોમન પ્લોટ માં કોઈ દિવાલ કે ફેન્સીંગ કરવાની ના પાડી હતી બંને સોસાયટી વાળાએ કોમન પ્લોટમાં ફેન્સીંગ કરવાનું નક્કી કયુ હતું.
દરમિયાન આ પ્રકાશે એકદમ ઉશ્કેરાઇ ગાળો બોલવા લાગ્યો હતો અને બાદમાં તેણે બે ત્રણ અજાણ્યા શખસોને બોલાવી કહેવા લાગ્યો હતો કે કોમન પ્લોટમાં કાંઈ કરવાનું નથી અને ત્યારબાદ આ લોકો પથ્થરોના છૂટા ઘા કરવા લાગ્યા હતા આ સમયે ફરિયાદી પોતાનો ફોન જોતા હોય દરમિયાન પ્રકાશે તેને કહ્યું હતું કે, તું કેમ ફોનમાં શૂટિંગ ઉતારશ? તેમ કહી છુટા પથ્થરનો ઘા કરતા ફરિયાદીને પડખાના ભાગે ઇજા પહોંચી હતી તેમજ મૂઢમાર લાગ્યો હતો. આ પથ્થરમારામાં અહીં એક નાના બાળકને પણ ઇજા પહોંચી હતી અહીં સોસાયટીના ક્રી–પુષ સહિતના સભ્યો હાજર હોય દરમિયાન આ શખસોએ પથ્થરમારો કર્યેા હતો અને ધમકી આપી હતી કે, જો કોઈ આ કોમન પ્લોટનો ઉપયોગ કરશે કે કઈં બનાવશે તો હત્પં તેને જાનથી મારી નાખીશ. બાદમાં આ પ્રકાશ તથા તેની સાથેના ત્રણ અજાણ્યા શખસો અહીંથી નાસી ગયા હતા.આ અંગે ભાવેશભાઇની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૩,૩૩૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી
આજીડેમ પોલીસ સ્ટેશને રાત્રીના ટોળું ઉમટયું
પથ્થરમારા અને હત્પમલાની આ ઘટના બાદ રોષે ભરાયેલા સોસાયટીના લોકો મોટી સંખ્યામાં આજીડેમ પોલીસ મથકે પહોંચી ગયા હતા જેના પગલે સ્થિતિ એક તબક્કે સ્થિતિ તગં બની ગઈ હતી. બાદમાં પોલીસે સોસાયટીના લોકોની વાત સાંભળી આ મામલે આરોપી પ્રકાશ તથા તેની સાથે આવેલા ૩ અજાણ્યા શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતા મામલો શાંત પડયો હતો
રાજકીય ઓથ ધરાવતા આ શખસો ભારે ત્રાસ ગુજારતા હોવાનો આક્ષેપ
રાત્રિના ઉત્સવપાર્ક અને આસોપાલવ સોસાયટીના રહીશો પર અહીં રહેતા પ્રકાશ તથા તેના સાગ્રિતોએ પથ્થરમારો કર્યેા હતો. જેમાં બાળક અને કારખાનેદાર યુવાનને ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ રોષે ભરાયેલા સોસાયટીના રહીશોએ આ ભારે આક્રોશ વ્યકત કર્યેા હતો. એકત્ર થયેલી મહિલાઓએ કહ્યું હતું કે, રાજકીય વ્યકિતની ઓથ ધરાવનાર પ્રકાશ તથા તેના સાથીદારો અવારનવાર અહીં સોસાયટીમાં સામાન્ય બાબતે ઝઘડા કરી ધમકીઓ આપી ત્રાસ ગુજારે છે તેના લીધે રાત્રિના સોસાયટીમાં ભયનું વાતાવરણ સર્જાય ગયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech