વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે હત્યા કરી મૃતદેહ ધોળકા વિસ્તારની નદીમાં ફેંકી તેમજ મૃતકનું બાઈક કુવામાં નાખી પુરાવાનો નાશ કરનાર મહિલા સહીત ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે ગુનામાં વપરાયેલ કાર કબજે લઈને વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ મથકમાં કેકડીયાભાઈ ધૂપસિંગ માવી ગુમ થયાની જાહેરાત કરવામાં આવી હતી કેકડીયા ભાઈ પોતાનું બાઈક જીજે ૦૩ ઇપી ૯૩૩૨ લઈને ઘરેથી નીકળી ગયા બાદ પરત આવ્યા ના હોવાની ગુમસુદા અરજી કરવામાં આવી હતી જેથી પોલીસે તપાસ કરાવી હતી જેમાં ગુમ થનારના મોબાઈલ પર અવારનવાર કોલ થયેલા જોવા મળ્યા હતા જેથી તપાસ ચલાવતા મોબાઈલ નંબર રાયચંદભાઈ જોરાવરભાઈ મેડા રહે રોહીશાળા વાળા કુલ્દીપભાઈ કડિયાની વાડીમાં હોવાનું જણાવ્યું હતું અને મોબાઈલ નંબર વાળું સીમકાર્ડ પોતાના આધાર કાર્ડ દ્રારા પોતાના મિત્ર સુરેશભાઈ બારિયાએ કઢાવ્યું હતું અને તેનો ઉપયોગ સુરેશભાઈ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું
જેને પગલે પોલીસે સુરેશ બારિયાની આગવી ઢબે પૂછપરછ કરતા ગુમ થનાર કેકડીયાભાઈ માવીએ તેની પત્ની પાસે બીભત્સ માંગણી કરી હતી જેથી સુરેશે પોતાની પત્ની મેહરી દ્રારા કેકડીયાભાઈને ફોન કરી અરણીટીંબા ગામની સીમમાં વાડીએ બોલાવ્યો હતો અને વાડીએ સુરેશ, તેના કુટુંબી સાળા મના ઉર્ફે મુના અને પત્ની મેહરી ઉર્ફે મેરીએ મળીને ગળેટુંપો દઈને હત્યા કરી હતી હત્યા બાદ બાઈકના બંને ટાયર અને નંબર પ્લેટ કાઢી બાઈક નજીકના કુવામાં નાખી દીધું અને પોતાની કાર જીજે ૦૬ એફસી ૩૭૩૫ વાળીમાં મૃતદેહ રાખી ધોળકા ગામ પાસે નદીમાં નાખી દીધી હતી અને તેમજ મોબાઈલ નંબર તેમજ મોટરસાયકલના બંને ટાયર અને નંબર પ્લેટ પણ નદીમાં નાખી દીધા હતા જેથી ધોળકા વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લીધા છે.
વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ સુરા ઉર્ફે સુરેશ વેસ્તાભાઇ બારિયા (ઉ.વ.૩૬) રહે હાલ લીયારા ગામ તા. પડધરી, મના ઉર્ફે મુના લબરીયા (ઉ.વ.૩૮) રહે લીલાપર ગામ અને મેહરી ઉર્ફે મેરી સુરેશભાઈ બારિયા રહે હાલ ડુંગરકા ગામ તા. પડધરી એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને ગુનામાં વપરાયેલ કાર કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech