ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા 2995 કરોડ મંજૂર કર્યા

  • November 17, 2024 07:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે. 


આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચકક્ષાના લેવલ ઓફ સર્વિસને વેગ આપવાના માટે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા માર્ગ મકાન વિભાગને આવા માર્ગો પહોળા કરવા દિશા નિર્દેશો આપ્યા છે. 


આ હેતુસર તેમણે 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા ₹1646.44 કરોડ મંજૂર કર્યા છે.


એટલું જ નહિં, 15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા રૂ. 580.16 કરોડ અને 25 રસ્તાઓની 388.89 કિલોમીટર લંબાઇને 7 મીટર પહોળા કરવા રૂ. 768.72 કરોડની રકમ મંજૂર કરી છે. 


સમગ્ર રાજ્યમાં કુલ 61 રસ્તાઓની 813.75 કિલોમીટર લંબાઇને 7 મીટર, 10 મીટર અને ફોરલેન પહોળા કરવાના કામો માટે સમગ્રતયા રૂ. 2995.32 કરોડ મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે. 


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને કારણે વાહન વ્યવહારમાં સરળતા સાથે પ્રજાજનોની સલામતી અને સુખાકારીની દિશામાં વેગ આવશે અને રાજ્યની વિકાસયાત્રાને પણ વધુ ગતિ મળશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News