જુનાગઢ પોલીસ દ્રારા નોકરી અપાવવાની લાલચ આપી ડુપ્લીકેટ કોલ લેટર મોકલી પિયા મેળવી છેતરપિંડી આચરતા વિસાવદરના યુવક સહિત આંતરરાજય ગેંગના ત્રણ શખ્સોને રોકડ, લેપટોપ, કાર,૬ મોબાઈલ સહિત કુલ ૪.૫૦ લાભથી વધુ ના મુદ્દા માલ સાથે ઝડપી હાથ ન આવેલ મુંબઈના યુવકને ઝડપી લેવા વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્રારા વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર થત પૂછપરછ હાથ ધરી છે.
આ અંગે પ્રા વિગત મુજબ કેશોદના પાડોદર ગામે રહેતા અને ખેતી કામ કરતા કાળુભાઈ કરસનભાઈ સોલંકી પોલીસને જાણ કરી હતી કે તેના પુત્ર સહિત ત્રણ વિધાર્થીઓને સરકારી વિભાગમાં નોકરી અપાવવાના બહાને એક ગેંગ પિયા પડાવે છે અને જુનાગઢ ફોરેસ્ટ વિભાગમાં ત્રણ વિધાર્થીઓને આર એફ ઓ માં નોકરી અપાવવાની લાલચ આપી કુલ ૭૫ લાખની રકમ ની માંગ કરી હતી અને તેના એડવાન્સ ૪.૫૦ લાખ મેળવી લીધા હતા. સમગ્ર ફરિયાદને આધારે ઇન્ચાર્જ એસ.પી જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા ના નિદર્શન હેઠળ સી ડિવિઝન પીઆઇ સાવજ પીએસઆઇ ચૌહાણ સહિતની ટીમ દ્રારા ઐંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી અને સરદાર બાદ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગની ઓફિસની આસપાસ શંકાશીલ વ્યકિતઓ ને ઝડપી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં બાબુભાઈ ધનજીભાઈ ટાંક રહે કાલસારી વિસાવદર, જમીનની દલાલી કરતા વિનોદભાઈ ગઢવી રહે ગાંધીનગર, દિપક સેન રહે મધ્યપ્રદેશ ત્રણ યુવકોને ઝડપી લીધા હતા અને પૂછપરછ કરતા તેઓ દ્રારા સરકારે વિભાગમાં નોકરી અપાવવાના બહાને યુવકોને જીપીએસસી ના ખોટા મેલ આઈડી પરથી ઇન્ટરવ્યૂ માટેના મેલ મોકલી પિયા પડાવતા હોવાની કબુલાત કરી હતી. સરદાર બાગ વન વિભાગની કચેરી પાસે પણ ત્રણેય યુવકો દ્રારા પોતાનું નિશાન પાર પાડવા જ આવ્યા હતા પરંતુ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. ડીવાયએસપી ધાંધલીયાના જણાવ્યા મુજબ ઝડપાયેલ ત્રણ શખ્સો ઉપરાંત આશિષ સાઉ રહે મુંબઈ ની પણ આ ગુન્હામાં સંડોવણી હોવાનું માલુમ પડું છે. યુવકોની ઐંડાણપૂર્વકની તપાસ કરતા તેઓ દ્રારા જ કબુલાત કરી હતી કે વન વિભાગમાં આરએફઓની નોકરી અપાવવાની ખોટી બનાવટી લેટર આપી ત્રણ વિધાર્થીઓને સીસામાં ઉતારવાની પેરવી કરી હતી. ત્રણેય યુવકો પાસેથી પોલીસે ચાર લાખની કિંમતની કાર,૩૩ હજારની રોકડ, ૬ મોબાઈલ, એક લેપટોપ મળી આવ્યું હતું.
આ ઉપરાં પંચાલ કરણ કુમાર રમણભાઈ નામના વ્યકિતના પણ અલગ અલગ ભણતરના ડોકયુમેન્ટની ઝેરોક્ષ નકલ મળી આવી હતી. પોલીસ દ્રારા કરાયેલ ઐંડાણપૂર્વકની પૂછપરછ માં બાબુભાઈ પટેલ અને વિનોદભાઈ ગઢવી બંને સરકારી નોકરીની જરિયાતવાળા વિધાર્થીઓને શોધી અલગ અલગ કચેરીઓમાં નોકરી અપાવવા વિશ્વાસ આપી અને અભ્યાસક્રમના કાગળ્ મેળવી ત્યારબાદ નોકરી માટે અલગ અલગ રકમની માગણી કરી અને ડોકયુમેન્ટ પોતાને મોકલી આપવાના અને વિશ્વાસમાં આવી ગયેલ લોકોને મુંબઈના આશિષ દ્રારા અલગ અલગ સરકારી વિભાગના ખોટા મેલ આઈડી માંથી ઇન્ટરવ્યૂ જોઇનિંગના ઇમેલ કરી વિશ્વાસમાં લઈ અન્ય આરોપી દિપકસેન વ્યકિતઓના ઇન્ટરવ્યૂ અને ખોટી ટ્રેનીંગ અને બનાવટીની કાર્યવાહી કરી મોટી રકમ પડાવી લેતા હતા.પોલીસે ત્રણેય યુવકોના રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસ દ્રારા વધુ પૂછપરછ હાથ કરી છે. પોલીસ દ્રારા યુવકોના મોબાઇલની તપાસણી કરતાં તેમના મોબાઇલમાંથી સરકારી નોકરીઓમાં ભરતીની જાહેરાતો તથા અલગ અલગ સરકારી વિભાગના વીડિયોની જાહેરાત, જોઇનિંગ લેટર સહિતની માહિતી મળી આવી હતી. તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત વિસાવદરના નિકુંજ હર્ષ ભટ્ટ નામના છોકરાને અમદાવાદ ખાતે પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરીએ લગાડવામાં બહાને કુલ ૧૪ લાખની રકમ લઈ લીધેલ હતી અને બનાવટી નોકરીના ઓર્ડર પણ આપેલ હતા.તે દિશામાં પોલીસ દ્રારા તપાસ કરવામાં આવી રહી છે. ઝડપાયેલ ગેંગમાં રહેલ મુંબઈના મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા તપાસ નો ધમધમાટ શ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્રણેય શખ્સોના રિમાન્ડ અંતર્ગત વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. ડમી એપોઇન્ટમેન્ટ લેટર સહિતની બાબતમાં હજુ મોટા માથાની સંડોવણી હોવાની શકયતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિયેતનામના દરિયાકાંઠે નવા દરિયાઈ જીવની શોધ, શું કહ્યું સંશોધકોએ જાણો વિગતવાર
January 18, 2025 09:07 PMસ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, આવતા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે ચૂંટણી
January 18, 2025 09:04 PMજંત્રીના દરો સામે 7200થી વધુ વાંધા અરજીઓ, સરકાર દ્વારા સમીક્ષા શરૂ
January 18, 2025 09:01 PMફાર્મર રજીસ્ટ્રીમાં ગુજરાત દેશભરમાં મોખરે, 50% થી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ
January 18, 2025 09:00 PMજામનગરમાં સાંઢીયા પુલ પાસે કનસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ દૂર કરતું મનપા
January 18, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech